NAVI MUMBAI AIRPORT નું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું, મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ
- સ્થાનિક ચૂંટણી પહેલા લોકોને ભેંટ આપવા તંત્ર તત્પર
- નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા ટોચના નેતા
- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશન નીહાળ્યું
NAVI MUMBAI AIRPORT : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનની (MAHARASTRA ELECTION) ચૂંટણીઓ પહેલા સરકાર લોકોને મોટી ભેટ આપવા જઇ રહી છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NAVI MUMBAI INTERNATIONAL AIRPORT) ચૂંટણી પહેલા શરૂ કરી દેવામાં આવે તે દિશામાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (MAHARASHTRA CM DEVENDRA FADNAVIS) અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (MAHARASHTRA DY.CM EKNATH SHINDE) અને જીત અદાણી (JEET ADANI) એ આજે નવી મુંબઈ એરપોર્ટનું નિરીક્ષણ (AIRPORT REVIEW) કર્યું છે. અને મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી એરપોર્ટની કામગીરી વિશે માહિતી મેળવી છે. નિરીક્ષણ મુલાકાત ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને એરપોર્ટના કામ વિશે માહિતી આપતા જણાવ્યું કે, નવી મુંબઈ એરપોર્ટનું કામ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM NARENDRA MODI) હસ્તે કરવામા આવશે. આ માટે, ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમય લેવામાં આવશે.
Maharashtra CM Devendra Fadnavis and Dy CM Eknath Shinde today visited and inspected the Navi Mumbai International Airport and chaired a meeting with senior officials to review the detailed progress of the ongoing work.
The CM said, "We came to review the progress of D.B.Patil… pic.twitter.com/p8JnnbHKok
— ANI (@ANI) July 12, 2025
ટોચના નેતાઓએ સમીક્ષા કરી
આજે મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી શિંદેએ નવી મુંબઈમાં એરપોર્ટના કામની પ્રગતિની સમીક્ષા કરી છે. કામની પ્રગતિ જાણવા માટે તેમણે પ્રેઝન્ટેશન જોયું છે. તેમાં જાણ્યું કે, રનવેથી ટર્મિનલ બિલ્ડિંગ સુધીના કામની પ્રગતિ હેઠળ છે. કામ લગભગ 94 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું હોવાનું જણવા મળ્યું છે. નવી મુંબઇના એરપોર્ટનો રનવે તૈયાર છે, ટર્મિનલ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને હાલ આંતરિક માળખાકીય કામ ચાલી રહ્યું છે. બહારની છતનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાન વ્યવસ્થાપન પ્રણાલી ખૂબ જ સારી સિસ્ટમ છે. સામાનનો બારકોડ 360 ડિગ્રીથી જોઈ શકાય તેવું હશે, જેથી તેયોગ્ય જગ્યાએ જશે.
9 કરોડ મુસાફરોને સુવિધા આપી શકાશે
મુખ્યમંત્રીનું કહેવું છે કે, જ્યારે આખું એરપોર્ટ રનવે સાથે તૈયાર થઈ જશે, ત્યારે એરપોર્ટ 9 કરોડ મુસાફરોને સુવિધા આપી શકાશે. આ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ કરતા ઘણું મોટું એરપોર્ટ હશે. આ ગ્રીન એરપોર્ટ છે. તે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરશે અને વૈકલ્પિક ઇંધણથી ચાલતા વાહનો પણ ધરાવશે.
વિમાનોમાં ગ્રીન ઇંધણનો ઉપયોગનો પ્રયાસ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિમાનોમાં ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ કરવાનો અમારો પ્રયાસ છે. આનાથી એક મોટી કનેક્ટિવિટિ તૈયાર થવા જઇ રહી છે. જળ પરિવહનની વ્યવસ્થા કરવામાં આવશે. અમે શહેરમાં જ સામાન તપાસવાની વ્યવસ્થા કરીશું. અમે એરપોર્ટ માટે ભૂગર્ભ મેટ્રો બનાવીશું, જે એરપોર્ટ સાથે જોડાયેલું હશે. આના કારણે મુસાફરોને ચાલવાની જરૂર રહેશે નહીં કે વાહન લાવવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો --- New Delhi : ભારત વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યો છે - વડાપ્રધાન મોદી


