MAHARASTRA ના રાજકારણમાં HONEY TRAP BOMB ફૂટવાની તૈયારીમાં, નેતા-અધિકારીઓ સામેલ
- મહારાષ્ટ્રના રાજકારણમાં અનેકના નીચેથી જમીન સરકાવે તેવા સમાચાર
- હનીટ્રેપ બોમ્બને લઇને આરોપો તેજ બન્યા
- આ કાંડમાં મોટા નેતાઓ અને અધિકારીઓ સામેલ હોવાનો ખુલાસો
MAHARASTRA POLITICS : મહારાષ્ટ્ર (MAHARASTRA POLITICS) ના રાજકારણમાં હનીટ્રેપ (HONEY TRAP) અંગે એક મોટો ખુલાસો થયો છે. એનસીપી (શરદ પવાર જૂથ) ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે (EKNATH KHADSE) એ રાજ્યના કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી રામેશ્વર નાઈક પર હનીટ્રેપ કેસમાં સંડોવણીનો આરોપ લગાવ્યો છે. ખડસેએ એવો પણ દાવો કર્યો છે કે, આ કાવતરું ભાજપના કાર્યકર પ્રફુલ્લ લોઢાએ (BJP WORKER PRAFUL LODHA) રચ્યું હતું.
લોઢાએ પોતે મહાજન અને નાઈક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મુંબઈના અંધેરીમાં પ્રફુલ લોઢા સામે કથિત બળાત્કારનો કેસ નોંધાયેલો છે. લોઢા પહેલા કોંગ્રેસમાં હતા, બાદમાં તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ સમયે રામેશ્વર નાઈક પણ ત્યાં હાજર હતા. બાદમાં લોઢાએ પોતે મહાજન અને નાઈક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે બંને સંબંધો બગડ્યા હતા.
હનીટ્રેપ વિશે મોટો ખુલાસો
વાયરલ થયેલા એક વીડિયોમાં, લોઢાએ દાવો કર્યો છે કે, જો તે એક પગલું ભરે છે, તો તે સમગ્ર દેશમાં તોફાન મચાવી શકે છે. એક મહિલાને માતા અને ભાભી કહીને સંબોધતા, તેણે ઈશારો કર્યો અને કહ્યું કે, તેની પાસે નક્કર વીડિયો પુરાવા છે.
ચાર મંત્રીઓ અને અનેક અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા
આ અંગે ખડસેએ માંગ કરી છે કે, આ કેસની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા નહીં પરંતુ સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે પણ એક ફોટો શેર કરીને મહાજન અને લોઢા વચ્ચેના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ચાર મંત્રીઓ અને અનેક અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા છે. આ ઉપરાંત ચાર યુવા સાંસદોએ પણ આ ડરથી પાર્ટી છોડી દીધી છે. રાઉતે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
ચાર મંત્રીઓ અને અનેક અધિકારીઓ હનીટ્રેપમાં ફસાયા
જો કે, આ અંગે મુખ્ય પ્રધાન ફડણવીસે ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં કહ્યું હતું કે, રાજ્યમાં હની ટ્રેપ સંબંધિત કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, સિવાય કે નાસિકમાં, જે પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન વિવાદમાં એક હોટલ માલિકનું નામ પણ સામે આવ્યું છે, જે સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ આરોપ લગાવ્યો કે, સરકાર સત્ય છુપાવી રહી છે, તેવામાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો લીક થઈ શકે છે.
આ પણ વાંચો ---- કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થશે


