Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahavatar: વિક્કી કૌશલને લઈ નવી ફિલ્મ 'મહાવતાર'ની જાહેરાત

વિકી કૌશલની આગામી ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ વિકી કૌશલ પરશુરામના પત્રમાં જોવા મળશે આ ફિલ્મ 2026માં ક્રિસમસ પર રિલીઝ થશે Mahavatar:વિકી કૌશલે (Vicky kaushal) તેની આગામી ફિલ્મ 'મહાવતાર'( Mahavatar film)નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ...
mahavatar  વિક્કી કૌશલને લઈ નવી ફિલ્મ  મહાવતાર ની જાહેરાત
Advertisement
  • વિકી કૌશલની આગામી ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ
  • વિકી કૌશલ પરશુરામના પત્રમાં જોવા મળશે
  • આ ફિલ્મ 2026માં ક્રિસમસ પર રિલીઝ થશે

Mahavatar:વિકી કૌશલે (Vicky kaushal) તેની આગામી ફિલ્મ 'મહાવતાર'( Mahavatar film)નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ પરશુરામ(vicky kaushal parashuram)નું પાત્ર ભજવતો જોવા મળશે. પહેલા પોસ્ટરમાં જ વિકીનો લુક એકદમ ડેશિંગ લાગે છે. પોસ્ટરમાં વિકી કૌશલ કુહાડી સાથે ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે. સ્ટ્રી ડાયરેક્ટર અમર કૌશિક આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 2026માં ક્રિસમસ પર રિલીઝ થશે.

પરશુરામના જીવન પર ફિલ્મ બની છે

વિકી કૌશલ સ્ટારર આ ફિલ્મ 2026માં રિલીઝ થશે. વિકી કૌશલે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની જાહેરાત કરી છે. વિકી કૌશલ આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં પરશુરામની જાજરમાન કુહાડી પણ જોઈ શકાય છે. ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. ફિલ્મને લઈને વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. સ્ત્રી જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર અમર કૌશિક આ ફિલ્મ બનાવી રહ્યા છે. અમર કૌશિક બાદ આ ફિલ્મની બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પણ વધી ગઈ છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ વિશે પણ ટૂંક સમયમાં માહિતી જાહેર કરવામાં આવશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

Advertisement

આ પણ  વાંચો -Akshara Singh ને મળી જાનથી મારી નાખવાની ધમકી...

વિકી કૌશલ છાવાની રિલીઝ માટે તૈયાર છે

વિકી કૌશલ આ દિવસોમાં તેની ફિલ્મ છાવાની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. વિકી કૌશલની આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં જોવા મળશે. લક્ષ્મણ ઉતેકર ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા પણ એક ઐતિહાસિક યુદ્ધ ડ્રામા હશે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પછી વિકી કૌશલ તેની આગામી ફિલ્મ મહાવતાર પર કામ શરૂ કરશે. ફિલ્મમાં પરશુરામની કુહાડીનો વિદ્રોહ જોવા મળશે.

Tags :
Advertisement

.

×