ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahisagar : Jignesh Mevani સામે દલિત સમાજે જ માંડ્યો મોરચો! જાણો કેમ થઈ રહ્યો છે ઊગ્ર વિરોધ ?

જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજનાં લોકોએ રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
09:22 PM Nov 29, 2024 IST | Vipul Sen
જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજનાં લોકોએ રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.
  1. મહીસાગરમાં દલિત સમાજે જ Jignesh Mevani નો વિરોધ કર્યો
  2. ખોટા મેસેજ કરીને સમાજમાં ભેદભાવ ઉત્પન્ન કરતા હોવાનો આક્ષેપ
  3. જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે : દલિત સમાજ

કોંગ્રેસનાં (Congress) નેતા અને વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) સામે દલિત સમાજે જ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર (Mahisagar) જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજનાં લોકોએ રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી. બાલાસિનોર (Balasinor) દલિત સમાજે આરોપ લગાવતા કહ્યું હતું કે, જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે.

આ પણ વાંચો - Patan : બોગસ હોસ્પિટલ, નકલી તબીબ અને બાળ તસ્કરીનાં કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા!

મહીસાગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં દલિત સમાજની રેલી

વડગામનાં (Vadgam) ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહીસાગર જિલ્લાનાં દલિત સમાજે (Dalit Samaj) મોટો ઝટકો આપ્યો છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં દલિત સમાજે રેલીઓ કાઢી વિરોધ દાખવ્યો હતો. માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના (Mahisagar) લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકામાં SC, ST અને OBC સમાજનાં નાગરિકો દ્વારા જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગ સાથે રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજ્યમાં GAS cadre ના 37 અધિકારીઓની એક સાથે બદલી, જુઓ લિસ્ટ

જિગ્નેશ મેવાણી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા છે : દલિત સમાજ

દલિત સમાજનો (Dalit Samaj) આરોપ છે કે, જિગ્નેશ મેવાણી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા છે. ખોટા મેસેજો કરીને સમાજમાં ભેદભાવ ઉત્પન્ન કરતા હોવાનો પણ આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધ થયો છે. બાલાસિનોર દલિત સમાજે કહ્યું કે, જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે. તેઓ કેટલાક અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરે છે. દલિત સમાજનાં જ લોકો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદન પત્રો આપતા હવે મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં (Congress) ચિંતા વધી છે. જ્યારે બીજી તરફ 6 ડિસેમ્બરે ચૈતર વસાવા (Chaitar Vasava), અંનત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણનાં (Gulabsinh Chauhan) નેતૃત્વમાં રાખવામાં આવેલ કાર્યક્રમનો ફિયાસ્કો થાય તેવા પણ એંધાણ છે.

આ પણ વાંચો - BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!

Tags :
Annat PatelbalasinorBJPBreaking News In GujaratiChaitar VasavaCongressDalit CommunityDalit SamajGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newsgulabsinh chauhanJignesh MevaniLatest News In GujaratiMahisagarMamlatdar officeNews In GujaratiSCST and OBC
Next Article