Mahisagar: લુણાવાડા ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા પર હુમલો
- પ્રમુખ પ્રશાંત રાણા પર અંગત અદાવતમાં હુમલો થયો
- લુણાવાડા કૉટેજ ચોકડી પાસે હુમલાની ઘટનાના CCTV વાયરલ
- પ્રમુખના ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો
- બંનેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ પણ લીધી હતી મુલાકાત
- લુણાવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મહીસાગરમાં ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. મહીસાગર જિલ્લામાં લુણાવાડા કૉટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ
આ હુમલામાં પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેમને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાની સમગ્ર ભાજપ ટીમ અને જિલ્લા પ્રમુખ દશરથ બારીયા પ્રશાંતની ખબર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
લુણાવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી
હુમલાની સમગ્ર ઘટનાને લઈ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હુમલો કેમ કરવામાં આવ્યો અને કયા કારણોસર કરવામાં આવ્યો તેની પોલીસે તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટનાને લઈને લુણાવાડા નગરમાં તંગદિલી જેવો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Rajkot: જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચા માર્યા, ઘટના CCTVમાં કેદ