Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આફ્રિકાના Congo માં મોટી દુર્ઘટના,બોટ પલટી જતા 86 લોકોના મોત,બચાવ કામગીરી પુરજોશમાં

Congo ના ઉત્તરપશ્ચિમ ઇક્વેટુર પ્રાંતમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. બાસાનકુસુ વિસ્તારમાં એક મોટરબોટ પલટી જવાથી ઓછામાં ઓછા 86 લોકોના મૃત્યુ થયા છે
આફ્રિકાના congo માં મોટી દુર્ઘટના બોટ પલટી જતા 86 લોકોના મોત બચાવ કામગીરી પુરજોશમાં
Advertisement
  • આફ્રિકાના Congo માં મોટી દુર્ઘટના સર્જાઇ 
  • બોટ પલટી જતા 86 લોકોના ડૂબી જવાથી મોત
  • કોંગોના ઉત્તરપશ્ચિમ ઇક્વેટુર પ્રાંતમાં એક અત્યંત દુઃખદ ઘટના બની

કોંગોના ઉત્તરપશ્ચિમ ઇક્વેટુર પ્રાંતમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. બાસાનકુસુ વિસ્તારમાં એક મોટરબોટ પલટી જવાથી ઓછામાં ઓછા 86 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના અંગે સરકારી મીડિયાએ શુક્રવારે માહિતી આપી હતી. અહેવાલ મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા.

Congo માં મોટી દુર્ઘટના સર્જાઇ,બોટ પલટતા 86 લોકોના મોત

નોંધનીય છે કે બોટ પલટી જવામ હાલ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરતું પરંતુ અતિભીડ અને રાત્રિના સમયે નેવિગેશનને મુખ્ય કારણો તરીકે ગણાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્રો દ્વારા તપાસ ચાલી રહી છે અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તંત્ર બચાવ કામગીરી પુરજોશમાં કરી રહી છે.

Advertisement

Congo માં આ પહેલા પણ બોટ દુર્ઘટના થઇ હતી

આ દુર્ઘટના પહેલી નથી. થોડા સમય પહેલા પણ કોંગોમાં આવી જ બીજી બોટ દુર્ઘટના થઈ હતી. એક બોટમાં આગ લાગવાથી તે પલટી ગઈ હતી, જેમાં 50 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો લોકો ગુમ થયા હતા. આ ઘટના કોંગો નદીમાં બની હતી, જ્યાં ઘણા મુસાફરો આગમાં દાઝી ગયા હતા. જોકે, બચાવ દળોએ ઘણા લોકોને બચાવ્યા પણ હતા.કોંગોમાં આવા અકસ્માતો વારંવાર થવા પાછળનો મુખ્ય કારણ છે સુરક્ષા માપદંડોની ઉણપ, અનિયમિત વ્યવસ્થા અને જાતે ન ચાલી શકાય તેવી નૌકાઓમાં મુસાફરોની અતિભીડ. સ્થાનિક સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે હવે આ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા દુઃખદ અકસ્માતો ટાળવા શકાય.

Advertisement

આ પણ વાંચો:    નેપાળની સંસદ ભંગ, વચગાળાની સરકારના Sushila Karki વડાપ્રધાન બનશે, આજે લેશે શપથવિધિ

Tags :
Advertisement

.

×