Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર ; 10 નક્સલી ઠાર, 1 કરોડ રૂપિયાનો ઈનામી બાલાકૃષ્ણને ઉતાર્યો મોતને ઘાટ

1 કરોડ રૂપિયાનો ઈનામી બાલાકૃષ્ણને સુરક્ષાદળોએ ઉતાર્યો મોતને ઘાટ
છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર   10 નક્સલી ઠાર  1 કરોડ રૂપિયાનો ઈનામી બાલાકૃષ્ણને ઉતાર્યો મોતને ઘાટ
Advertisement

છત્તીસગઢ :  છત્તીસગઢના ગરિયાબંધમાં સુરક્ષાદળોના એક ઓપરેશનમાં એક કરોડ રૂપિયાના ઈનામી મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ સહિત 10 નક્સલવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. મોડેમની મોતને સુરક્ષાદળો માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત જાણકારીના આધારે વિસ્તારમાં ટોચનો નક્સલી નેતા બાલકૃષ્ણ હાજર હોવાની પુષ્ટી થયા પછી બુધવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

કોણ હતો મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ

મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ નક્સલી સંગઠનમાં એક ટોચનો નેતા હતો, જેના ઉપર અનેક ગંભીર અપરાધોનો આરોપ હતા. જેમાં હત્યા, લૂટ અને પોલીસ પર હુમલાઓનો સમાવેશ થતો હતો. તેના ઉપર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું, જે તેના ઉપર સંકેત આપે છે કે, આ નક્સલી ગતિવિધિઓમાં કેટલો પ્રભાવશાળી અને કેટલો ખતરનાક હશે. તેની મોતથી નક્સલી સંગઠનને તોડી પાડવામાં મદદ મળશે, કેમ કે તે અનેક ઓપરેશનનો માસ્ટર માઈન્ડ હતો.

Advertisement

આ પણ વાંચો- ‘આખું અમેરિકા ભરાઈ ગયું છે’, ટ્રમ્પના સાથી Charlie Kirk નું ભારતીયો પરનું નિવેદન વાયરલ, યુટા યુનિવર્સિટીમાં ગોળી મારીને હત્યા

Advertisement

Tags :
Advertisement

.

×