શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, આતંકવાદી સજ્જાદ ગુલની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
- શ્રીનગર પોલીસે આતંકવાદી Sajjad Gul સામે કરી મોટી કાર્યવાહી
- આતંકવાદી સજ્જાદ ગુલની આશરે ₹2 કરોડની સંપત્તિ જપ્ત કરી
- આતંકવાદી સજ્જાદ ગુલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'નો મુખ્ય હેન્ડલર છે
શ્રીનગર પોલીસે મોટી કાર્યવાહી કરીને આતંકવાદી સજ્જાદ ગુલ (Terrorist Sajjad Gul) ની આશરે ₹2 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સજ્જાદ ગુલ, જે લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'નો મુખ્ય હેન્ડલર છે. તેના માથા પર ₹10 લાખનું ઇનામ છે. તે છેલ્લા આઠ વર્ષથી પાકિસ્તાનમાં છુપાયેલો છે અને કાશ્મીરમાં લઘુમતી સમુદાયના લોકોની હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સામેલ છે.
Srinagar Police attach property worth ₹2 Cr under UAPA in Rose Avenue, HMT, linked to designated terrorist Sajad Gul. Strong action against terror support networks continues.@SrinagarPolice @airnewsalerts @JmuKmrPolice @KashmirPolice @KashmirPolice pic.twitter.com/pYeOupTKtN
— Akashvani News Jammu (@radionews_jammu) October 4, 2025
આતંકવાદી Sajjad Gul ની સંપત્તિ જપ્ત કરાઇ
નોંધનીય છે કે શ્રીનગર પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના હિટ સ્ક્વોડ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના મુખ્ય હેન્ડલરોમાંના એક શેખ સજ્જાદ અહેમદ શેખ ઉર્ફે સજ્જાદ ગુલની આશરે ₹2 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સજ્જાદ ગુલ પર ₹10 લાખનું ઇનામ જાહેર કરાયેલું છે અને તે છેલ્લા આઠ વર્ષથી પણ વધુ સમયથી પાકિસ્તાનમાં છુપાયેલો છે.ગુલની તલાશ કાશ્મીરમાં લઘુમતીઓ અને અન્ય રાજ્યોના નાગરિકોની 30થી વધુ ટાર્ગેટેડ હત્યાઓમાં છે, જેમાં પહેલગામ હુમલામાં પણ તેનું નામ સામે આવ્યું છે. સંબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વર્ષ 2022માં પરિમપોરા પોલીસ સ્ટેશનમાં ગુલ વિરુદ્ધ UAPA અને 2/3 EIMCO એક્ટ હેઠળ નોંધાયેલા કેસની તપાસના ભાગરૂપે આજે તેની સંપત્તિની જપ્તી કરવામાં આવી છે.
આતંકવાદી Sajjad Gul ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'નો મુખ્ય હેન્ડલર છે
સજ્જાદ ગુલ (Terrorist Sajjad Gul) ની પૃષ્ઠભૂમિ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે તેણે તેની શરૂઆતનું શિક્ષણ શ્રીનગરમાં લીધું હતું અને બાદમાં બેંગ્લોરમાં એક કોર્સ પણ કર્યો હતો. શરૂઆતમાં, તે આતંકવાદીઓ માટે ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) તરીકે કામ કરતો હતો અને તેમના માટે ઠેકાણાં અને નાણાંની વ્યવસ્થા કરતો હતો.વર્ષ 2002માં હવાલાના એક કેસમાં તે પકડાયો હતો અને થોડો સમય જેલમાં પણ રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી તે અમુક સમય માટે સામાન્ય જીવન જીવતો રહ્યો, પરંતુ ફરીથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય થયો. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે તે વર્ષ 2017માં એક નકલી પાસપોર્ટ દ્વારા પાકિસ્તાન ભાગી ગયો હતો.
પાકિસ્તાનથી લશ્કર-એ-તૈયબાની કમાન સંભાળી
પાકિસ્તાન પહોંચ્યા પછી, સજ્જાદ ગુલે લશ્કર-એ-તૈયબાના ઇન્ટરનેટ મીડિયાની કાશ્મીર વિંગની કમાન સંભાળી લીધી. તે આ સંગઠનના મુખપત્ર કાશ્મીર ફાઇટર્સનું સંચાલન કરતો હતો. તે કાશ્મીરમાં પોતાના સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને એવા લોકોની માહિતી મેળવતો, જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદીઓના એજન્ડાને નિષ્ફળ બનાવવામાં લાગેલા હતા. આ માહિતીના આધારે, તે તેમની હિટલિસ્ટ જાહેર કરતો હતો. આ ઉપરાંત, તે સ્થાનિક યુવાનોની આતંકવાદી સંગઠનમાં ભરતીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો: બિહાર માટે PMએ 62,000 કરોડની યોજનાઓ લોન્ચ કરી, બેરોજગાર યુવાનોને રૂ.1000 ભથ્થું!


