Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahnedabad વિમાન દુર્ઘટના અંગે સામે આવી મોટી અપડેટ

અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલો એક ગોજારી પ્લેન દુર્ઘટનાનું સાક્ષી બન્યું બ્લેક બોક્સના ડેટા રિકવર કરવામાં આવ્યા Air India plane crash : 12 જૂનના રોજ અમદાવાદ(Ahnedabad )માં એર ઇન્ડિયાનું (Air India crash)વિમાન AI 171 ક્રેશ થતા આખું વિશ્વ એક ગોજારી...
ahnedabad વિમાન દુર્ઘટના અંગે સામે આવી મોટી અપડેટ
Advertisement
  • અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલો
  • એક ગોજારી પ્લેન દુર્ઘટનાનું સાક્ષી બન્યું
  • બ્લેક બોક્સના ડેટા રિકવર કરવામાં આવ્યા

Air India plane crash : 12 જૂનના રોજ અમદાવાદ(Ahnedabad )માં એર ઇન્ડિયાનું (Air India crash)વિમાન AI 171 ક્રેશ થતા આખું વિશ્વ એક ગોજારી પ્લેન દુર્ઘટનાનું સાક્ષી બન્યું હતું. જેમાં પ્લેનમાં સવાર 241 મુસાફરોના દુ:ખદ મૃત્યુ થયા હતા. ત્યારે હવે લાંબા સમય બાદ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એક મોટી અપડેટ સામે આવી છે.

બ્લેક બોક્સમાંથી ડેટા સફળતાપૂર્વક મળ્યો

અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના બાદ તેના બ્લેક બોક્સ (Black box data)અંગે ખૂબ ચર્ચો શરૂ થઈ ગઈ હતી. બ્લેક બોક્સની તપાસ અંગે ઘણા ખોટા સમાચાર પણ મળી રહ્યા હતા કે વિમાન દુર્ઘટના બાદ મળી આવેલ બ્લેક બોક્સના ડેટાને રિકવર કરવા માટે અમેરિકા મોકલવા આવશે પરંતુ એ તમામ સમાચાર પાયા વિહોણા સાબિત થયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સમાંથી ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે, અને આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તરફથી આપવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -SCO SUMMIT : રક્ષામંત્રી રાજનાથ સિંહએ 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો

કોંગ્રેસે તપાસમાં વિલંબ પર સવાલો ઉઠાવ્યા

ઉડ્ડયન મંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ 12 જૂનના રોજ અમદાવાદ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના બાદ મળી આવેલ બ્લેક બોક્સમાંથી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. જેથી કરીને આ વિમાન દુર્ઘટનાના કારણો શોધી શકાય. પરંતુ વિમાન દુર્ઘટનાને ઘણો સમય થઈ ગયા હોવા છતાં પણ બ્લેક બોક્સમાંથી ડેટા રિકવર થવાની બાબતે વિલંબ થતા વિરોધ પક્ષ તરફથી પણ ઘણા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -Op BIHALI : ઉધમપુરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

CPM બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે મળી આવ્યું

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ અકસ્માતને 2 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. કોંગ્રેસ પક્ષ તરફથી આરોપ કરવામાં આવી રહ્યો છે કે ઘટનાને બે અઠવાડિયા કરતાં વધૂ સમય લાગી ગયો તોય એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો તરફથી હજુ સુધી મુખ્ય તપાસકર્તાની નિમણૂક કરવામાં આવી નથી. કોંગ્રેસના હુમલા વચ્ચે, વિમાનના બ્લેક બોક્સ અંગે એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ એટલે કે CPMને આગળના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું છે અને મેમરી મોડ્યુલનું સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×