Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bitcoin Scam Case માં મોટો ચુકાદો, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ

Bitcoin Scam: નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા Bitcoin Scam : પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ ફટકારવામાં આવી છે. જેમાં ચકચારી...
bitcoin scam case માં મોટો ચુકાદો  પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ
Advertisement
  • Bitcoin Scam: નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ
  • અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા
  • પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા

Bitcoin Scam : પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ ફટકારવામાં આવી છે. જેમાં ચકચારી બિટકોઈન કૌભાંડ કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ થઇ છે. તેમાં અમરેલીના પૂર્વ SP જગદીશ પટેલને પણ સજા થઇ છે. પૂર્વ PI અનંત પટેલ સહિત કુલ 14 દોષિત હતા. જેમાં વર્ષ 2018માં બિટકોઈનનો કેસ સામે આવ્યો હતો. તથા સ્પેશિયલ ACB કોર્ટે તમામને સજા ફટકારી છે.

મોટું વળતર આપવાનું વચન આપીને રોકાણ કરાવવાનું શરૂ કર્યું

સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ રોકાણકારોને મોટું વળતર આપવાનું વચન આપીને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતુ. અનેક લોકોને આ કંપની પર ભરોસો આવ્યો અને તેમણે મોટી રકમ રોકી હતી. તેમાં સુરતના જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણીના કરોડો રૂપિયા રોકાણ કર્યા હતા. પરંતુ, થોડા સમય બાદ બીટ કનેક્ટ કંપનીએ તાળાં મારી દીધાં અને રોકાણ કરનારાઓના પૈસા ફસાય ગયા હતા. આથી ગુસ્સે થયેલા શૈલેષ ભટ્ટે પોતાના સાથીઓની મદદથી કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કર્યું અને તેમની પાસેથી બિટકોઈન, લાઇટકોઈન સહિત કરોડો રૂપિયા પાડી લીધા હતા. આ ઘટના બાદ કેટલાક પોલીસ અધિકારીઓએ પણ શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યું અને 200 બિટકોઈન પડાવીને 32 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.

Advertisement

Advertisement

કર્મચારીઓને પાસેથી ભારે પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી અને રોકડ રકમ ઉઘરાવી

આ કેસમાં સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર દ્વારા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને કેટલાક પોલીસ કર્મચારીઓ સામે અપહરણ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તમામ આરોપીઓ સામે વધુ તપાસ બાદ અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB) ની વિશેષ અદાલતમાં કેસ ચલાવાયો હતો. રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ કેસ માટે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી, જેમણે સરકાર પક્ષમાંથી દલીલો રજૂ કરી હતી. શૈલેષ ભટ્ટ સામે લાગેલા આક્ષેપો મુજબ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને પાસેથી ભારે પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી અને રોકડ રકમ ઉઘરાવી હતી.

નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ ફટકારાઇ

ફરિયાદ મુજબ તેમણે 2021 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને રૂ. 14.5 કરોડની ખંડણી મેળવી હતી. આ મામલામાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે તેમના અરજીના આધારે ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, જે તપાસના દાયરાને વધુ વિસ્તૃત અને ગંભીર બનાવે છે. જેમાં નલિન કોટડિયા સહિત 14 દોષિતોને આજીવન કેદ ફટકારાઇ છે.

આ પણ વાંચો: Rajkot: શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો, આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ હવે કુરિયરનો વિવાદ!

Tags :
Advertisement

.

×