Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરો - વરાછા MLA કુમાર કાનાણીએ CMને પત્ર લખી કરી મજબૂત માંગણી

Surat : વરાછા MLA કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખીને ખેડૂતોનો પક્ષ રાખ્યો છે. આ પત્રમાં કુમારભાઈ કાનાણીએ ખેડૂતો માટે અનેકવિધ માંગણીઓ કરી છે,જેથી ખેડૂત દેવામુક્ત બનીને સારી રીતે ખેતી કરી. આ માટે તેમણે સીએમને સરકારી ખર્ચાઓ ઘટાડવા સહિત અને બિનજરૂરી પ્રોજેક્ટોને કામચલાઉ રીતે સ્થગિત કરીને ખેડૂતોને મદદ કરવાના સૂચનો પણ આપ્યા છે, તેમની માંગણીઓ વિસ્તારપૂર્વક વાંચો
surat    ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરો   વરાછા mla કુમાર કાનાણીએ cmને પત્ર લખી કરી મજબૂત માંગણી
Advertisement
  • Surat :  ખેડૂતોનું દેવું માફ કરો : વરાછા ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ (કિશોર) મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી, બિનજરૂરી ખર્ચ કરતાં જગતના તાતને પ્રાધાન્ય
  • બદલાતા વાતાવરણમાં ખેડૂતોનું નુકસાન : કુમાર કાનાણીનો સીએમને પત્ર, દેવા મુક્ત કરી ફરી બેઠા કરો
  • ગુજરાતના ખેડૂતોને રાહત : ભાજપ ધારાસભ્ય કાનાણીએ દેવા માફીની માંગ કરી, અતિવૃષ્ટિ-વાવાઝોડાના કારણે વારંવાર નુકસાન

Surat : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનના કારણે સરકારી સહાય આપવાની માંગ ઉભી થઈ છે. આ વચ્ચે કુમારભાઈ (કિશોર) કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ખેડૂતો માટે અનેક માંગણીઓ કરી છે. બદલાતા વાતાવરણ અને વારંવાર આવતી કુદરતી આફતોને કારણે ગુજરાતના ખેડૂતો વારંવાર પાકના નુકસાનનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેઓ દેવાની જાળમાં ફસાઈ પડ્યા છે. આ સમસ્યા હલ કરવા વરાછા વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે સરકારે આગળ આવીને ખેડૂતોને દેવા મુક્ત કરીને તેમને ફરી બેઠા કરવા જોઈએ, જેથી તેઓ ચિંતા મુક્ત થઈને ખેતી તરફ પરત ફરે.

Surat :  ખેડૂતો દેવામાં ધકેલાતા જાય

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં રજૂઆત કરી છે કે અતિવૃષ્ટિ, કમોસમી, માવઠું અને વાવાઝોડા જેવી આફતોના સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને પાક નુકસાન અંગે આર્થિક સહાય પણ આપે છે. પરંતુ આ સહાયથી ખેડૂતોને સંપૂર્ણ રાહત મળતી નથી અને તેઓ બેઠા થઈ જતા નથી. વારંવાર થતા પાક નુકસાનને કારણે ખેડૂતો દેવામાં ધકેલાતા જાય છે. તેમણે કહ્યું કે, "છેલ્લા ચાર વર્ષથી આ પરિસ્થિતિ હું જોતો આવ્યો છું. માત્ર સહાયથી નુકસાનીની ભરપાઈ થઈ શકતી નથી, કારણ કે મજૂરી, બિયારણ, દવા સહિતનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે અને જ્યાં મોંઢે આવેલ કોળિયો ચાલ્યો ગયો છે."

Advertisement

Advertisement

ખેડૂતોનું દેવું માફ કરવા વિચારવું જોઈએ

કાનાણીએ વધુમાં જણાવ્યું કે બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે સરકારે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેમનું દેવું માફ કરવા વિચારવું જોઈએ. તેમણે સૂચવ્યું છે કે હાલ જે પ્રોજેક્ટ અત્યંત જરૂરી ના હોય તેવા પ્રોજેક્ટને એકબાજુએ મૂકવા જોઈએ અને સરકારી કાર્યક્રમોમાં થતાં ખર્ચમાં કરકસર કરવી જોઈએ. આનાથી બચત થયેલા ભંડોળથી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય. તેમણે કહ્યું, "દેવામુક્ત થાય તેવી વેદના ખેડૂતની છે અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ મેં કર્યો છે."

ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી

આ માંગણીનું મહત્વ તેમણે ખૂબ જરૂરી માન્યું છે, કારણ કે ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું છે કે, જો ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થશે. ઉલ્લેખનિય છે કે, ખેતી ઓછી થતાં જ ખાદ્ય સુરક્ષા અને રોજગારીની તકો પર અસર પડશે. આ અંગે કાનાણીને આશંકા છે કે, જો ખેડૂતો દેવાના બોજથી મુક્ત ન થયા તો તેઓ ખેતીમાંથી દૂર થઈ જશે, જે રાજ્ય માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-Extortion Scandal : દમણ પોલીસ તોડ કાંડમાં કોર્ટનો કડક વલણ – PSI સહિત 9 કર્મીઓના જામીન ફગાવ્યા

Tags :
Advertisement

.

×