Malegaon Blast Case : પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
- 17 વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો
- રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ચકચારી કેસનો અંત આણ્યો
- પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિત સહિત 7 આરોપી નિર્દોષ જાહેર કરાયા
Malegaon Blast Case : 17 વર્ષ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ગુરુવારે 2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં 17 વર્ષે સાતેય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત (Lieutenant Colonel Prasad Purohit), ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર (Former BJP MP Pragya Singh Thakur) અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ તરફથી સુનાવણી અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા પછી કોર્ટે 19 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટે કરેલ સૂચક અવલોકન
અત્યંત ચકચારી એવા માલેગાવ બ્લાસ્ટ કેસમાં કોર્ટે સૂચક અવલોકન કર્યુ છે. જેમાં,
- કાયદેસર રીતે કોઈ માન્ય પુરાવો નથી
- બાઈક કોણે પાર્ક કરી હતી તેનો કોઈ પુરાવો નથી
- કર્નલ પુરોહિતના ઘરે RDX હોવાનો કોઈ પુરાવો નથી
- RDX લગાવવાનો અને બોમ્બ લાવવાનો કોઈ પુરાવો નથી
- આતંકવાદનો કોઈ રંગ નથી
પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ સહિત કોણ 7 હતા આરોપીઓ ?
કોર્ટે કહ્યું કે સુનાવણી એપ્રિલમાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેસની ગંભીરતા જોતાં જેમાં એક લાખથી વધુ પાનાના પુરાવા અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ચુકાદો આપતા પહેલા તમામ રેકોર્ડ જોવા માટે વધારાનો સમય જરૂરી છે. કેસના તમામ આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે ચેતવણી પણ આપી છે કે જે પણ આરોપી ગેરહાજર રહેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં કુલ 7 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. જેમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વિશેષ NIA કોર્ટનો ચુકાદો
સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર
ATS અને NIAની ચાર્જશીટમાં ઘણો ફરકઃ કોર્ટ
ષડયંત્રનો એકપણ એંગલ સાબિત થતો નથીઃ કોર્ટ
કોણે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો તેની સાબિતી નહીંઃ કોર્ટ
એ પુરાવા નથી કે બાઈક સાધ્વી પ્રજ્ઞાની હતીઃ કોર્ટ… pic.twitter.com/aiJRrbqPmD— Gujarat First (@GujaratFirst) July 31, 2025
શું છે સમગ્ર મામલો ?
29 સપ્ટેમ્બર, 2008 ના રોજ પવિત્ર રમઝાન મહિના દરમિયાન રાત્રે 9.35 કલાકે નાસિકના માલેગાંવના ભીખ્ખુ ચોકમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બોમ્બ વિસ્ફોટના બીજા જ દિવસે નવરાત્રિ શરૂ થવાની હતી. માલેગાંવ વિસ્ફોટની તપાસ પોલીસ, એટીએસ અને એનઆઈએ દ્વારા કરવામાં આવી છે.


