Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha સરહદી વિસ્તારમાં માંની મમતાને લાગ્યુ લાંછન

બનાસકાંઠા:સરહદી વિસ્તારમાં માંની મમતાને લાગ્યુ લાંછન વાવના ટડાવ ગામના તળાવની બાજુમાં નવજાત બાળક મળી આવ્યું ગામ લોકોને ખબર પડી અને ગામ લોકોએ કરી પોલીસને જાણ નવજાત શિશુને સારવાર બાદ પાલનપુર શિશુ ગૃહ ખાતે રાખવામાં આવ્યું   Banaskantha: બનાસકાંઠા(Banaskantha)મા માંની...
banaskantha સરહદી વિસ્તારમાં માંની મમતાને લાગ્યુ લાંછન
Advertisement
  • બનાસકાંઠા:સરહદી વિસ્તારમાં માંની મમતાને લાગ્યુ લાંછન
  • વાવના ટડાવ ગામના તળાવની બાજુમાં નવજાત બાળક મળી આવ્યું
  • ગામ લોકોને ખબર પડી અને ગામ લોકોએ કરી પોલીસને જાણ
  • નવજાત શિશુને સારવાર બાદ પાલનપુર શિશુ ગૃહ ખાતે રાખવામાં આવ્યું

Banaskantha: બનાસકાંઠા(Banaskantha)મા માંની મમતાને લાંછન તેવી ઘટના સામે આવી છે. જી હા બનાસકાંઠાના સરહદી વિસ્તાર(border area)માં એક નવજાત જીવિત શિશુ મળી આવ્યું છે આપણે જણાવી દઈએ કે એક બાળકી શિશુ(newborn baby)ને મૂકી ફરાર થઇ ગઈ છે. આજે હોસ્પિટલના યુનિફ્રોમસાથે આવી હતી તેમજ શિશુ મુંકી ફરાર થઇ ગઈ હતી. આજુબાજુના લોકોનું કહેવું છે કે તડાવ ગામના (Tadav village)તળાવના ખાડામાંથી શિશુ મુકાયુ હતું. જેને જોઇને ગામના સ્થાનિકો દ્વારા પોલીસને કરાઈ જાણ કરી હતી જેના પછી આ સમગ્ર ઘટના સામે આવી હતી. અને આ નવજાત શિશુને તત્કાલ હોસ્પિટલમાં કરાયુ એડમિટ કરાયું હતું

Advertisement

Advertisement

ગામમાં નવજાત શિશુ મળી આવ્યા બાદ પોલીસ કાર્યવાહી શરૂ

ટડાવ ગામમાં નવજાત શિશુના રડવાના અવાજને કારણે ગામ લોકો જાગૃત થયા અને શિશુને ત્યાં છોડીને કોઈ અજાણ્યા શખ્સના હોવાનું તેઓને આભાસ થયો. ત્યારે ગામજનોની જાણ બાદ શિશુને તાત્કાલિક સારવાર માટે પાલનપુરના શિશુ ગૃહમાં મુકવામાં આવ્યો.

અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગામજનો દ્વારા માવસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને શિશુને આમ રામ ભરોસે મૂકનારની શોધખોળ કરી રહી છે.

બાળક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું

આવીજ એક ઘટના વલસાડમા પણ બની છે જ્યાં ઝાડી ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આપણે જણાવી દઈએ આ ઘટનાવલસાડ ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીકની છે જ્યાં 3થી 5 મહિનાના નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળી આવ્યો છે. નવજાત છોકરો ત્યજેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસની દેખરેખમાં બાળક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. તેમજ બાળકના વાલી વારસને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×