Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Ahmedabad: અમદાવાદમાં હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો છે. મળતી વિગતો પ્રમાણે બહેરામપુરામાં બાપલાલ ઘાંચીની ચાલી પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. નોંધનીય છે કે, શાહપુરનો યાકુબ ઈકબાલ બેલીમ નામનો શખ્સ ઝડપાયો છે. શોખ માટે યાકુબ રિવોલ્વર રાખતો હોવાનું...
ahmedabad  હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો  આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ
Advertisement

Ahmedabad: અમદાવાદમાં હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો છે. મળતી વિગતો પ્રમાણે બહેરામપુરામાં બાપલાલ ઘાંચીની ચાલી પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. નોંધનીય છે કે, શાહપુરનો યાકુબ ઈકબાલ બેલીમ નામનો શખ્સ ઝડપાયો છે. શોખ માટે યાકુબ રિવોલ્વર રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. વિગતો એવી મળી રહીં છે કે, રથયાત્રાને લઈ પોલીસ ચેકિંગમાં હતી ત્યારે ધરપકડ કરવામાં આવી છે. એવી આશંકા હતી કે, રથયાત્રામાં સ્થિતિ બગાડવાનું આયોજન હોઈ શકે છે. અત્યારે અમદાવાદ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી દીધી છે.

પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

નોંધનીય છે કે, આગામી થોડા સમયમાં અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાઈ રહીં છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દરમિયાન કોઈ અઘટીત ઘટના ના બને તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રીતે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજવામાં આવતી હોય છે. જો કે, પોલીસે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખો છે કે, કોઈ અસામાજિક તત્વો દ્વારા સ્થિતિને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમની સામે આકરા પગલા પણ લેવાય છે.

Advertisement

શોખમાં હથિયાર રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદા પોલીસે બહેરામપુરા બાપલાલ ઘાંચીની ચાલી પાસેથી હથિયાર સાથે શખ્સને પકડાયો છે. વિગતે વાત કરવામાં આવે તો યાકુબ ઈકબાલ બેલીમ નામનો શખ્સ પકડાયો છે. શાહપુરના આ શખ્સ પાસેથી હાથ બનાવટની રિવોલ્વર રાખતો હોવાની ભાળ મળી હતી. જેથી શોખમાં હથિયાર રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રથયાત્રા અનુસંધાને પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

આ પણ વાંચો: Rajpipla: ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ, ખેડૂતો પોલીસને કરી જાણ

આ પણ વાંચો: Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

આ પણ વાંચો: Ahmedabad: ત્રણ ઈલેક્ટ્રીક BRTS બસમાં લાગી આગ, વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં બની ઘટના

Tags :
Advertisement

.

×