Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi માં અરવિંદ કેજરીવાલ પર ફરી હુમલો..., કાર્યકરોએ ચખાડ્યો મેથીપાક Video

Delhi ના પૂર્વ CM કેજરીવાલ પર ફરી હુમલો ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા ફર્મીયા હુમલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો Video દિલ્હી (Delhi)ના પૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે ગ્રેટર કૈલાશ...
delhi માં અરવિંદ કેજરીવાલ પર ફરી હુમલો     કાર્યકરોએ ચખાડ્યો મેથીપાક video
Advertisement
  1. Delhi ના પૂર્વ CM કેજરીવાલ પર ફરી હુમલો
  2. ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા ફર્મીયા હુમલો
  3. સોશિયલ મીડિયામાં વાયરલ થયો Video

દિલ્હી (Delhi)ના પૂર્વ CM અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે ગ્રેટર કૈલાશ વિસ્તારમાં તેમની પદયાત્રા દરમિયાન તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ તેમના પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા કર્મચારીઓ તરત જ એક્શનમાં આવ્યા અને વ્યક્તિને પકડી લીધો. જોકે આ ઘટનામાં કેજરીવાલને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેજરીવાલ દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણીને લઈને સતત જનસંપર્ક કરી રહ્યા છે. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે સુરક્ષાકર્મીઓએ શંકાસ્પદ વ્યક્તિને કાબૂમાં રાખ્યો હતો. અને તેને માર પણ માર્યો હતો. આ ઘટનાની સંપૂર્ણ વિગતો આવવાની બાકી છે.

Advertisement

પોલીસ તપાસમાં જોડાઈ...

આ પછી સુરક્ષાકર્મીઓએ આરોપીને વધુ પૂછપરછ માટે પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ અધિકારીઓ અરવિંદ કેજરીવાલ પર આ પ્રકારના હુમલાની તપાસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Maharashtra માં CM નું નામ હજુ નક્કી નથી પરંતુ શપથ ગ્રહણ સમારોહના તારીખની જાહેરાત...!

પૂર્વ CM ની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી...

તે જ સમયે, આ સમગ્ર મામલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. જોકે, આ ઘટનાએ જાહેર પ્રચાર દરમિયાન પૂર્વ CM અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. આ પહેલા પણ પૂર્વ CM પર ઘણા હુમલા થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Ajmer dargah : હિન્દુ સેનાના અધ્યક્ષને કેનેડાથી આવ્યો ફોન, કહ્યું - 'તારું માથું કાપી...'

દિલ્હીમાં પદયાત્રા કરી રહેલા પૂર્વ CM...

તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જનતા સાથે જોડાવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી (Delhi)ના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ દિલ્હી (Delhi)ના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

આ પણ વાંચો : Maharashtra માં શપથ લેતા પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×