Jamnagar માં સ્ત્રી મિત્રને ચોકલેટ ખવડાવી વેપારીને પડી ભારે, દુકાનદારે બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા!
- જામનગરમાંથી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ સામે આવ્યો
- સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ખાવી વેપારીને મોંઘી પડી
- દુકાનદારે વેપારીને બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા
જામનગરના સુભાષ માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટની દુકાન આવેલી છે. આ દુકાનમાં વેપારી તેમની સ્ત્રી મિત્ર સાથે ગયા હતા. ચોકલેટ ખરીદી એકબીજાને ખવડાવી..બસ, એ પછી શું દુકાનદાર અને તેના મિત્રએ વેપારીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ. પહેલા 50 હજાર પડાવ્યા ત્યારબાદ બીજા એક લાખની માંગણી કરતા વાત પોલીસ સ્ટેશન પહોંચી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે દુકાન માલિક અબ્દુલ સતાર ઉર્ફે અબુ લાખાણી અને તેના મિત્ર સમીર રાવકડાની ધરપકડ કરી છે.
CCTVના આધારે વેપારીને કરાયા બ્લેકમેઈલ
પોલીસના કહેવા મુજબ, આરોપી અબ્દુલ સતારની સુભાષ માર્કેટમાં ફાઈવ સ્ટાર નામની દુકાન આવેલી છે. ફરિયાદી વેપારી આરોપીની દુકાનમાં સ્ત્રી મિત્ર સાથે ગયા હતા. દુકાનમાંથી ચોકલેટ ખરીદી સ્ત્રી મિત્રને ખવડાવી હતી. જેના વીડિયો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આરોપી દુકાન માલિકે ફરિયાદી વેપારી પાસે ગયો.
વેપારીએ બદનામીના ડરથી પૈસા આપ્યા
વેપારીનો સ્ત્રી મિત્રને ચોકલેટ ખવડાવતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 50 હજાર માંગ્યા. બદનામીના ડરથી વેપારીએ આરોપીને 50 હજાર આપી દીધા.તેના અઠવાડિયા બાદ આરોપી અને તેના મિત્રએ ફરી વેપારીને ફોન કર્યો. એક લાખ રૂપિયાની માંગણી કરી. વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી દીધો. આ વીડિયો વેપારી સુધી પહોંચતા તેમણે પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ Navsari : સાપુતારામાં જામી પ્રવાસીઓની ભીડ, અનેક ધોધ તેમજ ઝરણા થયા જીવંત
સ્ત્રી મિત્રની ધરપકડ કરવામાં આવી
વેપારીને બદનામ કરવાનું કહી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવનાર દુકાનદાર અને તેના મિત્રની ધરપકડ તો કરી લેવામાં આવી છે.પરંતુ, ફરિયાદી વેપારી સિવાય આરોપીઓએ આવી રીતે અન્ય કોઈને આવી રીતે બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે..ત્યારે, જામનગરના વેપારી સાથે બનેલી ઘટના અને સ્ત્રી મિત્રને ચોકલેટ ખવડાવતા વીડિયોથી જામનગરમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ Ahmedabad: વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બસ ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને હાલાકી