Indian cinema ના નિષ્ણાતો મનમોહન સિંહના યોગદાને કર્યું ઉજાગર
- Indian film industry ને વધુ શક્તિશાળી બનાવ્યો
- ઈન્ડસ્ટ્રીએ ખાન અને ફિલ્મોનો ટ્રેજેડી કિંગ ગુમાવ્યો
- Manmohan Singh એ ક્યારેય ફિલ્મો વિશે ખુલીને વાત નથી કરી
Manmohan Singh contribution in cinema : 10 વર્ષ સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે કામ કરી ચૂકેલા પૂર્વ પ્રધાનમંત્રી Manmohan Singh નું નિધન ગઈકાલે મોડી રાત્રે નોંધાયું હતું. ત્યારે Manmohan Singh ના નિધનથી સમગ્ર ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તે ઉપરાંત સમગ્ર દેશમાં તમામ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. અને દેશમાં રાષ્ટ્રીય શોકની સૂચના સરકાર દ્વારા પાઠવવામાં આવી છે. કારણ કે... 90 ના દાયકાથી ભારત દેશની દરેક કપરી પરિસ્થિતિમાં Manmohan Singh નું યોગનદાન અમૂલ્ય રહ્યું છે. તેમણે હંમેશા દેશને સંકટથી બચાવ્યો છે. તો તેમણે દેશના મનોરંજન ક્ષેત્રે પણ એક આગવી ભૂમિકા ભજવી છે.
Indian film industry ને વધુ શક્તિશાળી બનાવ્યો
હાલમાં, દેશની તમામ મનોરંજનના કલાકારો દ્વારા Manmohan Singh ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ નીતિન તેજ આહુજા કહે છે કે ભારતીય અર્થવ્યવસ્થાના મોટાભાગના ઉદ્યોગોની જેમ Indian film industry, મીડિયા અને મનોરંજન ક્ષેત્રને પણ ડૉ. Manmohan Singh દ્વારા કરવામાં આવેલા બિગ બેંગ ઈકોનોમિક રિફોર્મ્સથી બહોળો ફાયદો થયો હતો. તેમના વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે ભારતીય સિનેમા વિદેશમાં અને ઘરઆંગણે વિકસિત થયું. તેમણે Indian film industryને વધુ શક્તિશાળી બનાવ્યો.
આ પણ વાંચો: Raj Kapoor:અમદાવાદના બૂટપોલિશવાળા રાજુ સાથે અલૌકિક સંબંધ-2
ઈન્ડસ્ટ્રીએ ખાન અને ફિલ્મોનો ટ્રેજેડી કિંગ ગુમાવ્યો
વરિષ્ઠ પત્રકાર ચૈતન્ય પાદુકોણ કહે છે કે, જોકે 1990 માં મોટાભાગના લોકો માત્ર દૂરદર્શન જ જોતા હતા. પરંતુ Manmohan Singh દ્વારા કરવામાં આવેલા નાણાકીય ફેરફારો પછી સ્ટાર અને સોની જેવા ઘણા મોટા મનોરંજન દિગ્ગજો ભારતમાં આવ્યા હતા. ઘણા વિદેશી સ્ટુડિયોએ ફિલ્મોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સમયમાં મલ્ટિપ્લેક્સ વધવા લાગ્યા હતા. ફિલ્મ સમીક્ષક અને નિષ્ણાત આરતી સક્સેના કહે છે કે તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે ક્યારેય કોઈ ફિલ્મના પ્રીમિયરમાં ડૉ.Manmohan Singh ને જોયા નથી. પરંતુ વર્ષ 2021 માં જ્યારે દિલીપ કુમારનું અવસાન થયું ત્યારે Dr. Manmohan Singh એ તેમની પત્ની સાયરા બાનુને એક પત્ર લખ્યો હતો કે ઈન્ડસ્ટ્રીએ તેનો પહેલો ખાન અને ફિલ્મોનો ટ્રેજેડી કિંગ ગુમાવ્યો છે.
Manmohan Singh એ ક્યારેય ફિલ્મો વિશે ખુલીને વાત નથી કરી
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી Manmohan Singh એ હંમેશા પોતાના અંગત જીવનને કેમેરાની સામે આવવા દીધું નથી. આ વિશે વાત કરતાં એક નિષ્ણાતે કહ્યું કે Manmohan Singh એ ક્યારેય ફિલ્મો વિશે ખુલીને વાત નથી કરી. પરંતુ તેમને એવી ફિલ્મો ગમતી હતી, જે તેમની સામેના વ્યક્તિને વિચારવા મજબૂર કરી મુકે જેની વાર્તાઓ પ્રભાવશાળી હોય. તેમને ગાંધી, મધર ઈન્ડિયા અને ધ બ્રિજ ઓન રિવર ક્વાઈ જેવી ફિલ્મો જોવી ગમતી.
આ પણ વાંચો: Former Prime Minister Manmohan Singhને શ્રદ્ધાંજલિ આપવાના રૂપે સલમાન ખાનની ફિલ્મનું ટીઝર મોકૂફ