ManMohan Singh Death:ભારતના અર્થતંત્રને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી
- બે વખત PM મનમોહન સિંહનુ નિધન
- દિલ્હી AIIMSમાં લીધોઅંતિમ શ્વાસ
- અર્થશાસ્ત્રમાં કર્યું પીએચડી
ManMohan Singh Death:બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન(ManMohan Singh Death) થયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત ગુરુવારે મોડી રાત્રે બગડ્યા બાદ તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબો ઈમરજન્સી વોર્ડમાં તેમની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.ચાલો જાણીએ તેમણી રાજયકીય સફર અને ભારતને અર્થતંત્રમાં વિશે..
2004 થી 2014 સુધી હતા દેશના વડાપ્રધાન
ડો. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. તેમને ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશના આર્થિક સુધારાને આગળ વધારવામાં પૂર્વ વડાપ્રધાને મોટી ભૂમિકા ભજવી છે. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. 1947માં ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.
ભારતના અર્થતંત્રને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી
ડો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી યુપીએ સરકારમાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ ત્રણ પુત્રીઓના પિતા છે. તેઓ 1991માં દેશના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, તે સમયે નરસિમ્હા રાવની સરકાર હતી. નિષ્ણાતોના મતે, ડો.મનમોહને દેશમાં આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બજેટ રજૂ કરતી વખતે તેમને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત અને વેગ આપ્યો હતો અને આ જાહેરાતોને કારણે દેશમાં વેપાર નીતિ, ઔદ્યોગિક લાઈસન્સિંગ અને બેંકિંગ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.
અર્થશાસ્ત્રમાં કર્યું પીએચડી
પંજાબ યુનિવર્સિટીમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ મનમોહન સિંહ વધુ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. વર્ષ 1957માં, તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટી, બ્રિટનમાંથી પ્રથમ વર્ગ સાથે અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી, તેમને વર્ષ 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.
પીએચડી પછી શિક્ષક તરીકે અભ્યાસ
જ્યારે વિદેશમાં પીએચડી કર્યા બાદ તેમને ડોક્ટરની પદવી મળી હતી. આ પછી મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. વિદ્યાર્થીઓ તેમને શિક્ષક તરીકે ખૂબ પસંદ કરતા. તમને જણાવી દઈએ કે તેઓ જીનીવામાં સાઉથ કમિશનમાં સેક્રેટરી જનરલ તરીકે પણ નિયુક્ત થયા હતા.મનમોહન સિંહ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર અને 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. આ પછી, તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પણ રહ્યા.
આ પણ વાંચો -પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
આ રીતે શરૂ થઈ રાજકીય સફર
1991માં મનમોહન સિંહ આસામના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. આ પછી તેઓ વર્ષ 1995, 2001, 2007 અને 2013 માં ફરીથી રાજ્યસભાના સાંસદ રહ્યા. જ્યારે ભાજપ 1998 થી 2004 સુધી સત્તામાં હતું ત્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા. 1999માં તેઓ દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીત્યા ન હતા. 2004માં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તેમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2009માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને ફરી એકવાર ડો.સિંઘને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
આ પણ વાંચો -Veer Bal Diwas : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને આપ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર
મનમોહન સિંહને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
મનમોહન સિંહને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણ (1987) પણ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે, તેમને 1993 માં શ્રેષ્ઠ નાણા પ્રધાન માટે યુરો મની એવોર્ડ મળ્યો છે અને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત ઘણી યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનદ ડિગ્રી આપવામાં આવી છે.
આ પણ વાંચો -કોંગ્રેસે કરી મોટી ભૂલ! કાશ્મીરના કેટલાક વિસ્તાર પાકિસ્તાનમાં દર્શાવ્યા
આ પુરસ્કારોથી સન્માનિત
મનમોહન સિંહને ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (1987), જવાહરલાલ નહેરુ બર્થ સેંટેનરી એવોર્ડ ઓફ ધ ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસ (1995), વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન (1993 અને 1994) માટે એશિયા મની એવોર્ડ, વર્ષના શ્રેષ્ઠ નાણાં પ્રધાન માટે યુરો મની એવોર્ડ (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956), અને સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પ્રાઈઝ સામેલ છે. ડો. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ તરફથી માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.


