Manoj Bajpayee એ ફેમિલી મેન 3 માટે ચાહકોને આપી ખાસ અપડેટ
- Family Man 3 ને લઈ અભિનેતાઓ આપી માહિતી
- અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી
- Web Seriesની પહેલી સીઝન વર્ષ 2019 માં રિલીઝ થઈ
Manoj Bajpayee The Family Man 3 : ભારતીય સિનેમા જગતમાં અનેક દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓ રહેલા છે. જેમણે પોતની અવિશ્વનીય કલાકારીના માધ્યમથી વર્ષોથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. ત્યારે આ યાદીમાં ભારતીય સિનેમા જગતના સૌથી ક્લાસ્કિ અભિનેતા Manoj Bajpayee નું નામ સામે આવે છે. ભારતીય સિનેમા જગતથી લઈને વિદેશ સુધી Manoj Bajpayee ની અદાકારીની પ્રશંસા થતી જોવા મળે છે. તેમની દરેક મોટાભાગની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે.
Family Man 3 ને લઈ અભિનેતાઓ આપી માહિતી
Manoj Bajpayee અન્ય કલાકરો કરતા પોતાની એક આગવી ઓળખને કારણે ભારતીય સિનેમામાં અને લોકોમાં જાણીતા છે. તો આ ઓટીટીના યુગમાં પણ Manoj Bajpayee એ પોતાનો સિક્કો જમાવીને રાખ્યો છે. તેમની અનેક બેવ સિરીઝ ઓટીટી પર હિટ સાબિત થઈ છે. તેમાં સૌથી વધુ જોવામાં આવેલી ઓટીટી Web Series The Family Man છે. આ સીરીઝની અત્યાર સુધી બે સીઝન આવી ચૂકી છે. હવે તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Malayalam actor Dileep Shankar નું નિધન, હોટલના રૂમમાંથી લાશ મળી
Manoj bajpayee the family man 3 shooting wraps
અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી
તો Manoj Bajpayee એ આ Web Series ને લઈને એક નવું અપડેટ આપ્યું છે. જોકે Manoj Bajpayee એ Family Man 3 નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેણે આ અંગે અપડેટ પણ આપી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની એક પોસ્ટ શેર કરી છે અને અહીં આ વિશે માહિતી આપી છે. Manoj Bajpayee એ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ક્લેપબોર્ડનો ફોટો દેખાય છે. તે ક્લેપબોર્ડ પર લખેલું છે, Family Man 3 નું ધ વ્રેપઅપ.
Web Seriesની પહેલી સીઝન વર્ષ 2019 માં રિલીઝ થઈ
રાજ અને ડીકેની એક્શન પેક્ડ Web Series એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ વખતે આ સિરીઝમાં Manoj Bajpayee સિવાય પ્રિયમણી, શારીબ હાશ્મી, આશ્લેષા ઠાકુર અને વેદાંત સિન્હા જોવા મળશે. The Family Man ની પહેલી સીઝન વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. બીજી સિઝન વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. બીજી સિઝનમાં સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. ત્યારે હવે દર્શકો ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: Urfi Javed ની જાહેરમાં પોર્નસ્ટાર સાથે તુલના થઈ, સમય રૈનાનો શો છોડીને ભાગી


