કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya એ પોતાના વતનમાં કરી નવા વર્ષની ઉજવણી,દેશવાસીઓને નવા વર્ષની પાઠવી શુભેચ્છા
- Mansukh Mandaviya એ પોતાના વતનમાં કરી નવા વર્ષની ઉજવણી
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
- ભાવનગર જિલ્લાના લોકો તેમજ કાર્યકરો સાથે સ્નેહમિલન સમારોહ
- સમગ્ર દેશવાસીઓને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આપી શુભેચ્છાઓ
- લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય રહે તેવી આપી શુભેચ્છાઓ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) વતનમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વતન ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે નવા વર્ષની પરંપરાગત અને ઉષ્માભરી ઉજવણી કરી હતી. પોતાની રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ તેમણે વતનમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. તેમણે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું.
Mansukh Mandaviya એ વતનમાં કરી નવા વર્ષની ઉજવણી
નોંધનીય છે કે પાલિતાણા માર્કેટિંગ યાર્ડ (APMC) ખાતે આયોજિત આ સમારોહમાં પક્ષના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક સમર્થકો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દરેક કાર્યકરને ઉમળકાભેર મળીને નવા વર્ષના રામ રામ કર્યા હતા અને તમામ લોકોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી.
Mansukh Mandaviya એ કાર્યકરોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વતન અને કાર્યકરો સાથેના આ સ્નેહમિલનથી તેમને નવી ઊર્જા મળે છે. તેમણે ભાવનગર જિલ્લાના લોકો તેમજ સમગ્ર દેશવાસીઓને હૃદયપૂર્વક નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.ડૉ. માંડવિયાએ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, અને સારું સ્વાસ્થ્ય રહે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આવનારું વર્ષ દેશ માટે પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ લઈને આવશે. તેમણે કાર્યકર્તાઓને પણ જનસેવાના કાર્યોમાં વધુ જોડાવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.