Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada : LCB ની કામગીરીને લઇ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, આ ગામમાં પોલીસને દર મહિને લાખોનો હપ્તો મળે છે...!

'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નર્મદા LCB પર મહિને 35 લાખનો હપ્તો લેવાનો આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે. મનસુખ...
narmada   lcb ની કામગીરીને લઇ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ  આ ગામમાં પોલીસને દર મહિને લાખોનો હપ્તો મળે છે
Advertisement

'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નર્મદા LCB પર મહિને 35 લાખનો હપ્તો લેવાનો આરોપ લગાવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે ધમધોખાર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો કર્યા છે.

મનસુખ વસાવાએ કહ્યું છે કે, કેટલાક નેતાઓ તો સ્ટાર બેન્ડમાં લોકોને દારૂ પીવડાવીને આખી રાત નચાવે છે, સમાજ સેવા કરવાની તમારી આ નીતિ છે. મને તો થોડી-થોડી ખબર પડી કે સોલીયા ગામમાં મોટા-મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ રોકવું પડે, નહીં તો આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખશે.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, વાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, રોજગાર તરફ તેને ડાયવર્ટ કરવી જોઈએ. તો જ યુવાનોનું અને દેશનું ભલું થશે. દેશના પ્રધાનમંત્રી આ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહી રહ્યા છે કે મારે સમૃદ્ધ ભારત બનાવવું છે, યુવા ભારત બનાવવું છે, યુવાનોના હાથમાં દેશને સોંપવાની વાત કરે છે. આવી રીતે બનશે સમૃદ્ધ ભારત.

Advertisement

સાસંદે કહ્યું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે, બધાએ બોલવું પડશે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો એલસીબી હપ્તો લે છે. આવા લોકોથી ડરવાની જરૂર નથી. તિલકવાડામાં મોટા બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે.

આ પણ વાંચો : સુરતમાં અનોખા ગરબાનો ટ્રેન્ડ શરૂ, ખેલૈયાઓ પગમાં ઝાંઝર કે જ્વેલરી નહીં સ્કેટિંગ શૂઝ પહેરી ગરબા રમતા જોવા મળ્યા

Tags :
Advertisement

.

×