Manual Scavenging ને નાબૂદ કરવામાં ભારત સદીઓથી અસફળ રહ્યું!
- Manual Scavenging આજે પણ એક મોટી સમસ્યા
- વર્ષ 2011 ની વાત કરીએ તો 1.8 લાખ લોકો હતા
- 2023 માં રિપોર્ટ મુજબ દેશમાં 5 લાખથી વધુ લોકો
Manual Scavenging Report : Manual Scavenging એટલે જે વ્યક્તિઓ જાહેર સ્થળો પર આવેલી ગટર અને પાણીને ટાંકીને સાફ કરતા હોય છે. તો ભારતમાં અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય, જેમાં Manual Scavenging દરમિયાન કોઈ વ્યક્તિનું મોત નિપજ્યું હોય. તો એક અહેવાલ અનુસાર વર્ષ 1983 થી લઈને 2023 સુધી ભારતમાં Manual Scavenging ના સમયે 941 લોકોનું મોત નિપજ્યું છે. જોકે આ આંકડાઓ ઘટનાની નોંધ લેવામાં આવેલા આંકડાઓ છે.
વર્ષ 2011 ની વાત કરીએ તો 1.8 લાખ લોકો
જોકે વર્ષ 2013 માં દિલ્હીએ પ્રથમ રાજ્ય હતું, જેણે Manual Scavenging પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ ભારતમાં આજે પણ અનેક રાજ્યોમાં વ્યક્તિઓ પાસે જાહેર સ્થળની ગટરો અને પાણીની ટાંકીઓ શારીરિક રીતે સાફ કરાવવામાં આવે છે. તેના કારણે અનેકવાર જોખમી ઘટનાઓ ઘટે છે. સરકાર દ્વારા ઓગસ્ટ 2023 માં Manual Scavenging ને જડમૂળમાંથી નાબૂક કરવા માટે એક મિશન તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ તેને સફળતા મળી નથી. ત્યારે દેશના 766 જિલ્લાઓમાંથી 732 જિલ્લામાં Manual Scavenging પ્રથા આજે પણ કાર્યરત છે.
2020 | Manual scavenging is a predominantly “forced” caste-based and hereditary occupation, which involves physical and manual removal of human excreta from dry latrines and sewers.
Read Shaileshkumar Darokar’s critical analysis.https://t.co/QVLB1XEQ5C pic.twitter.com/7hLihaQf3o
— Economic & Political Weekly (@epw_in) December 1, 2024
આ પણ વાંચો: Google પર પાકિસ્તાનીઓ ભારત માટે સૌથી વધુ આ સર્ચ કર્યું છે
2023 માં રિપોર્ટ મુજબ દેશમાં 5 લાખથી વધુ લોકો
જોકે આ આંકડાઓ પાછળના વિવિધ આર્થિક અને સામાજિક કારણો છે. તો વર્ષ 2011 ની વાત કરીએ તો 1.8 લાખ લોકો ભારતમાં Manual Scavenging ના આધારે જીવનની જરૂરિયાતોને પૂર્ણ કરતા હતા. તો વર્ષ 2023 માં રિપોર્ટ મુજબ દેશમાં 5 લાખથી વધુ લોકો Manual Scavenging માં કામ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: પ્લેનમાં મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડમાં કેમ રાખવામાં આવે છે? વાંચો કારણ


