Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના અનેક લોકો Uttarakhand માં ફસાયા, જાણો કયા શહેર કેટલા છે પ્રવાસીઓ

Uttarakhand ના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડમાં કુદરતી આફતોની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે
ગુજરાતના અનેક લોકો uttarakhand માં ફસાયા  જાણો કયા શહેર કેટલા છે પ્રવાસીઓ
Advertisement
  • અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ
  • સદનસીબે અત્યાર સુધી તમામ સલામત હોવાની જાણકારી સામે આવી
  • Uttarakhand ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતી પ્રવાસીઓને અનુસરણ કરવા સરકારની અપીલ

Uttarakhand : ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડમાં કુદરતી આફતોની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે પ્રદેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે ગુજરાતના અનેક લોકો Uttarakhand માં ફસાયા છે. જોકે સદનસીબે અત્યાર સુધી તમામ સલામત હોવાની જાણકારી સામે આવી રહી છે.

Uttarakhand natural disaster Gujarat First-07-08-2025-

Advertisement

સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ દ્વારા ઉત્તરાખંડ ઈમરજન્સી સેન્ટરનો સંપર્ક થયો

સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ દ્વારા ઉત્તરાખંડ ઈમરજન્સી સેન્ટરનો સંપર્ક થયો છે. ત્યારે હારીજના 12 લોકો જેમાં બે પરિવાર થઈને 12 લોકોની સંખ્યા થઇ છે. તેમજ ભાવનગરના 15, બનાસકાંઠા 10, અમદાવાદ 99, પાટણ-હારીજ 12 લોકો ફસાયા છે. તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાની ખાતરી છે. ઉત્તરાખંડના મંદાકિની ગેસ્ટ હાઉસમાં રોકાયેલા લોકોમાંથી ચાર વ્યક્તિઓને તાકીદે મેડિકલ સારવાર અપાઇ છે. ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાખંડમાં તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરાઈ છે.

Advertisement

Uttarakhand ની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતી પ્રવાસીઓને અનુસરણ કરવા સરકારની અપીલ

હાલ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટિંગ મુશ્કેલ છે. ત્યારે સ્થાનિક પ્રશાસનની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતી પ્રવાસીઓને અનુસરણ કરવા સરકારની અપીલ છે. ઉત્તરાકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ (Uttarakhand Natural Disaster) બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે. દુર્ઘટનાના દરેક સ્થળે 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે હજુ પણ 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા છે. અત્યાર સુધીમાં 190 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Uttarakhand natural disaster Gujarat First-07-08-2025

આ પણ વાંચો: America એ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા, અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે કર્યા વખાણ

Uttarakhand ના ભટવારીમાં ધોવાયેલ રસ્તો ખુલ્યો

ઉત્તરાકાશીના ભટવારી (Bhatwari) માં વાદળ ફાટવાથી આખો રસ્તો ધોવાઈ ગયો હતો. જે આજે ખુલ્લો છે. આ માર્ગ શરુ થતા ધારાલી (Dharali) જવાનો રસ્તો શરુ થઈ ગયો છે. આ રસ્તો શરુ થતાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે. અગાઉ રસ્તો બંધ થવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ એકમાત્ર વિકલ્પ હતો. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat CM Bhupendra Patel નો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.

×