Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LIFESTYLE : લગ્ન કરતા પહેલા પાર્ટરન જોડે 9 મુદ્દાઓ પર ખાસ વિગવાર ચર્ચા કરો

LIFESTYLE : તમારા ભાવિ જીવનસાથી સાથે કેટલીક બાબતોની ખૂબ જ સ્પષ્ટ ચર્ચા કરો જેથી સંબંધો મજબૂત બને અને લાંબા સમય સુધી ટકી રહે
lifestyle   લગ્ન કરતા પહેલા પાર્ટરન જોડે 9 મુદ્દાઓ પર ખાસ વિગવાર ચર્ચા કરો
Advertisement
  • લગ્ન પહેલા બંને વચ્ચે પારદર્શિતા હોવી જરૂરી
  • મુક્તપણે ચર્ચા કરવાથી બંને નિર્ણયો આસાનીથી લઇ શકે છે
  • લગ્ન પહેલા કરેલા પ્રયત્નો બાદમાં ફળદાયી નિવડે છે

LIFESTYLE : લગ્ન (MARRIAGE) કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. લગ્ન પછી જીવન સારી કે ખરાબ કોઇ પણ દિશામાં જઇ શકે છે. આ સ્થિતિમાં લગ્નનો નિર્ણય લેતી વખતે કાળજીપૂર્વક વિચાર કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. લગ્ન માટે, પ્રેમની સાથે, એકબીજા પર વિશ્વાસ અને સામાન્ય ધ્યેયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે લગ્ન પહેલાં, તમારા ભાવિ જીવનસાથી (LIFE PARTNER) સાથે કેટલીક બાબતોની ખૂબ જ સ્પષ્ટ ચર્ચા કરો જેથી તમારા સંબંધો વધુ મજબૂત બને અને લાંબા સમય સુધી ટકી રહે. લગ્ન પહેલાં તમારા ભાવિ જીવનસાથીને આ 10 પ્રશ્નો ચોક્કસપણે પૂછવા જોઇએ.

1. નાણાં સંબંધિત પ્રશ્નો

ઘણીવાર યુગલો લગ્ન પહેલાં પૈસા વિશે વાત કરવાથી દૂર રહે છે. પરંતુ લગ્ન પછી પૈસા ચર્ચાનો મુખ્ય વિષય બની જાય છે. આ સ્થિતિમાં લગ્ન પહેલાં તમારા જીવનસાથી સાથે ઘર ખરીદવા, મુસાફરી, નિવૃત્તિની યોજનાઓ, કોઈપણ પ્રકારની લોન અથવા બચત વગેરે વિશે ખુલીને વાત કરો. જેથી લગ્ન પછી આ બાબતો પર તમારી વચ્ચે કોઈ ચર્ચા કે ઝઘડો ના થાય.

Advertisement

2. વાલીપણાને લગતા પ્રશ્નો

લગ્ન પહેલાં તમારા જીવનસાથી સાથે આ વિશે સ્પષ્ટ વાત કરો. તમારે તમારા જીવનસાથીને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે, તમને બાળકો જોઈએ છે કે નહીં, જો હા, તો કેટલા અને ક્યારે. આ વિશે તમારા જીવનસાથીનો અભિપ્રાય પણ જાણો. તમે તમારા બાળકોને કેવી રીતે ઉછેરવા માંગો છો તે વિશે પણ વાત કરો.

Advertisement

3. દલીલો કે ઝઘડાઓને કેવી રીતે હેન્ડલ કરશો ?

પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ સામાન્ય વાત છે. પણ આ પછી શું લડાઈ પછી તરત જ વાત કરવાનું ગમે છે કે, પછી તેને થોડાક સમયની જરૂર છે. આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં તમે લગ્ન પછી કોઈપણ મોટા ઝઘડા કે વિવાદથી બચી શકો છો.

4. પરિવાર સંબંધિત પ્રશ્નો

લગ્ન પહેલાં એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, તમારા જીવનસાથીનો તેના પરિવાર સાથે કેવો સંબંધ છે. શું તે દર સપ્તાહના અંતે તેના માતાપિતા સાથે સમય વિતાવવા માંગે છે કે, લાંબી રજાઓ દરમિયાન તેમની સાથે રહેવા માંગે છે ? જો તમે બંને કામ કરતા હોવ તો આવા પ્રશ્નો વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

5. તમે એકબીજા સાથે જવાબદારીઓ કેવી રીતે વહેંચશો?

જો તમે બંને નોકરી કરતા હોવ તો પછી જે પ્રશ્ન મહત્વપૂર્ણ બની જાય છે કે, આપણે ઘરની જવાબદારીઓ કેવી રીતે વહેંચીશું. કદાચ તમારામાંથી એકને રસોઈ વધુ ગમે છે, જ્યારે બીજાને બજારમાંથી કરિયાણા લાવવાનું ગમે તેવું બની શકે છે. જો તમે બંને એકબીજાની પસંદ-નાપસંદ જાણ્યા પછી કામ વહેંચી લો, તો તમારો સંબંધ ખૂબ જ ખુશ રહેશે.

6. કારકિર્દી સંબંધિત પ્રશ્ન

લગ્ન પહેલાં તમારા જીવનસાથીને તેના કરિયર વિશે ચોક્કસ પૂછો. શું તે વ્યવસાયને આગળ વધારવા માંગે છે કે કારકિર્દી બદલવા માંગે છે ? આનાથી તમે તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં એકબીજાને ટેકો આપી શકશો.

7. જીવનશૈલી સંબંધિત પ્રશ્નો

લગ્ન પછી તમારે બંનેએ સાથે રહેવું પડશે. આ સ્થિતિમાં તમે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તે વ્યક્તિ કેવા પ્રકારની જીવનશૈલી પસંદ કરે છે ? લગ્ન પહેલાં આ વિશે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. શક્ય છે કે ઘણી બાબતોમાં તમારા વિચારો મેળ ખાતા ના હોય, પરંતુ તમે વાત કરીને તેનો ઉકેલ લાવી શકો છો.

8. ખાલી સમય કેવી રીતે પસાર કરવો

તેને ફ્રી ટાઇમમાં એકલા રહેવાનું ગમે છે કે, પછી તેને સાથે મળીને સમય વિતાવવાનું ગમે છે ? આ બાબત જાણવાથી તમે એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકશો અને લગ્ન પછી તમે તમારા જીવનસાથી અનુસાર સમય શોધી શકશો.

9. જીવનના મોટા નિર્ણયો સંબંધિત પ્રશ્ન

જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન નોકરી છોડવાથી સંબંધિત ઉદ્ભવે કે વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાથી સંબંધિત, કે પછી તમે બંને કોઈ અચાનક બનેલી ઘટનાને કેવી રીતે હેન્ડલ કરશો, તેના વિશે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્ન પછી સુખી જીવન માટે, લગ્ન પહેલાં તમારા જીવનસાથી સાથે સ્પષ્ટ વાત કરવી મહત્વપૂર્ણ બની જાય છે. જેથી તમે લગ્ન પછી સુખી જીવન જીવી શકો.

આ પણ વાંચો ---- Health Tips : શા માટે સ્લીપ ટુરિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો છે ? જાણો ભારતના સ્લીપ ટુરિઝમ માટેના બેસ્ટ ડેસ્ટિનેશન્સ

Tags :
Advertisement

.

×