Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maruti ની મોટી જાહેરાત ; 3.50 લાખમાં S-Presso અને 5 લાખથી ઓછામાં મળશે Wagon R, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

જીએસટી પછી Maruti એ પોતાની કારોના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો
maruti ની મોટી જાહેરાત   3 50 લાખમાં s presso અને 5 લાખથી ઓછામાં મળશે wagon r  જૂઓ સંપૂર્ણ લિસ્ટ
Advertisement
  • Maruti સુઝુકીની જાહેરાત પછી કારોના વેચાણમાં ઉછાળો આવવાની શક્યતા
  • જીએસટી પછી મારૂતિએ પોતાની કારોના કિંમતમાં કર્યો ધરખમ ઘટાડો
  • સ્વીફ્ટથી લઈને બલેનો સુધીની કારોની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો
  • અલ્ટો અને એક્સપ્રેસો મીડલ ક્લાસ માટે બેસ્ટ કાર બનશે

Maruti Suzuki GST Price Cut : દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે તેની કારોની કિંમતોમાં ધરખમ ઘટાડાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી મીડલ ક્લાસના લોકો પોતાની સ્વપ્નાની કાર ખરીદી શકશે. કંપનીએ જાહેરાત કરી છે કે, મારુતિ વેગનઆરથી લઈને અલ્ટો અને ઇગ્નિસ જેવી નાની કારોની કિંમતમાં લગભગ 1.29 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કારોની કિંમતમાં આ ઘટાડો આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.

મારુતિ સુઝુકી દ્વારા જારી કરાયેલા અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરમાં થયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી રિફોર્મ્સ) સુધારાઓનો લાભ ગ્રાહકો સુધી સીધો પહોંચાડવામાં આવશે. જેના અંતર્ગત કંપનીએ તેના પોર્ટફોલિયોમાં સામેલ મોડેલોની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. તો આવો જોઈએ કે કઈ કારના ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પની બુલેટપ્રુફ કાર 'The Beast' વિશે જાણો, વિશ્વની છે સૌથી સુરક્ષિત કાર!

Advertisement

હવે મારૂતિની કારોની કિંમત શું હશે?

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, (માર્કેટિંગ એન્ડ સેલ્સ) પાર્થો બનર્જીએ આજે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, કારોની કિંમતમાં ઘટાડો નવા જીએસટી સુધારાઓના હેઠળ કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં ઘટાડા પછી પણ વાહનના ફીચર્સ અને ટેક્નોલોજી વગેરેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ નવા પ્રાઇસ અપડેટ પછી હવે આલ્ટો K10 મારુતિ સુઝુકીની સૌથી સસ્તી કાર રહી નથી. પરંતુ હવે કંપનીના પોર્ટફોલિયોમાં Maruti S-Presso સૌથી સસ્તી કાર બની ગઈ છે. આ કારની કિંમતમાં સૌથી વધુ 1,29,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહીં કારોની એક્સ-શોરૂમ કિંમત આપવામાં આવી છે.

અન્ય કારોની કિંમતમાં ઘટાડો

મારુતિ સુઝુકીએ તેની પ્રખ્યાત કાર સ્વિફ્ટની કિંમતમાં 84,600 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. હવે સ્વિફ્ટની શરૂઆતી કિંમત માત્ર 5.79 લાખ રૂપિયા થઈ ગઈ છે. જણાવી દઈએ કે, તાજેતરમાં સ્વિફ્ટના થર્ડ જનરેશન મોડેલને લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે આ કારને 6.49 લાખ રૂપિયામાં પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાલેનોના 86,100 રૂપિયા સુધી ઘટી ગયા છે. તેની શરૂઆતી કિંમત માત્ર 5.99 લાખ રૂપિયા રહી ગઈ છે. તાજા લોન્ચ કંપનીની પ્રથમ 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર મારુતિ ડિઝાયરની કિંમતમાં પણ કંપનીએ ઘટાડો કર્યો છે. આ કારની કિંમતમાં મહત્તમ 87,700 રૂપિયાનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. હવે મારુતિ ડિઝાયર માત્ર 6.26 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળે છે.

આ પણ વાંચો-Maruti Celerio Price : GST ઘટતા મારુતિ સેલેરિયો હવે સસ્તી થઈ, જાણો કેવી રીતે મળશે રૂ.62,000 સુધીનો ફાયદો?

યુટિલિટી વ્હીકલ રેન્જમાં પણ કર્યો ઘટાડો

મારુતિ સુઝુકીએ તેની એસયુવી અને એમપીવી રેન્જની કિંમતોમાં પણ ભારે કાપ મૂક્યો છે. કંપનીની સૌથી સસ્તી એસયુવી Fronxની કિંમતમાં 1,12,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ફ્રોન્ક્સની શરૂઆતી કિંમત 6.85 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત બ્રેઝાના ભાવ 1,12,700 રૂપિયા સુધી ઘટી ગયા છે, હવે તમે બ્રેઝાને 8.26 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘરે લાવી શકો છો.

એમપીવીની વાત કરીએ તો Maruti Ertigaની કિંમતમાં 46,400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત હવે 8.80 લાખ રૂપિયા છે. જ્યારે XL6ની ખરીદી પર ગ્રાહકો 52,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. હવે એસયુવી સ્ટાઇલવાળી આ એમપીવી 11.52 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળે છે. આ ઉપરાંત વાન સેગ્મેન્ટની Maruti Eecoની કિંમત 68,000 રૂપિયા ઘટીને માત્ર 5.18 લાખ રૂપિયા રહી ગઈ છે.

જીએસટી સ્લેબમાં કેવા સુધારા થયા છે?

ગયા 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે દેશમાં ચારની જગ્યાએ માત્ર બે જીએસટી સ્લેબ (5% અને 18%) રહેશે. આ ઉપરાંત લક્ઝરી અને સિન ગુડ્સ પર 40% જીએસટી લાગુ થશે. આ નવા સ્ટ્રક્ચર હેઠળ 4,000 મીમીથી ઓછી લંબાઈવાળી 1,200 સીસી સુધીની પેટ્રોલ કારો અને 1,500 સીસી સુધીની ડીઝલ કારો પર માત્ર 18% જીએસટી લાગશે. પહેલાં આ કારો પર 28% જીએસટી લાગુ થશે નહીં.

જ્યારે 4 મીટરથી વધુ લાંબી અને લક્ઝરી સેગ્મેન્ટની કારો 40% જીએસટીના વર્ગમાં આવશે. લક્ઝરી કારોની કિંમતમાં પણ ધરખમ ઘટાડો થયો છે. કારણ કે પહેલાં આ પર 28% જીએસટી અને લગભગ 22% સેસ (Cess) લાગતો હતો. જેના પછી કુલ ટેક્સ લગભગ 50% થઈ જતો હતો. પરંતુ હવે આના પર કોઈ વધારાનું સેસ કે ઉપકર લગાવવામાં આવતું નથી.

આ પણ વાંચો- શું AI ડૉક્ટરનું Prescription વાંચી શકશે? જાણો

Tags :
Advertisement

.

×