Valsad: B.N. ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, કાબૂમાં લેવી મુશ્કેલ બન્યું
Massive fire in Valsad: ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2 માં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો છે. એલ્યુમિનિયમ પાવડર બનાવતી કંપનીમાં 7 કલાકથી આગ બેકાબૂ છે, જેને પગલે કલાકોથી ફાયર ફાઈટરો કામે લાગ્યા છે. મામલતદારના મતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા વધુ 5 કલાક લાગશે, જ્યારે ભારે નુકસાનની આશંકા છે.
05:51 PM Dec 06, 2025 IST
|
Mahesh OD
- Valsad ના પારડીમાં કંપનીમાં લાગી ભીષણ(Massive fire) આગ
- બી.એન ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2માં લાગી ભીષણ આગ
- કંપનીમાં લાગેલી આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર
- જિલ્લાના ફાયર ફાઈટરોને કંપની પર પહોંચવા આદેશ
- ભીષણ આગને પગલે 8થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે
- એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરી પાવડર બનાવે છે કંપની
- 7 કલાકથી લાગેલી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ
- પાવડરમાં આગ પકડી લેતા આગ વધુ વિકરાળ બની રહી
- આગ પર કાબુ મેળવવામાં 5 કલાક લાગશેઃ મામલતદાર
Massive Fire in Valsad:વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉમરસાડી ગામે આવેલી બી.એન ઈન્ડસ્ટ્રીઝ (B.N. Industries)ના યુનિટ-2 માં આજે સવારે ભીષણ આગ(Massive fire) લાગતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે તંત્ર દ્વારા તેને મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી છે. 7 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને આગામી 5 કલાક સુધી કામગીરી ચાલુ રહેવાનો અંદાજ છે. કોઈ જાનહાનિ થઈ નથી.
આગને કાબૂમાં લેવી મુશ્કેલ
મળતી જાણકારી અનુસાર પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીઝ યુનિટ-2 એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરીને તેનો પાવડર બનાવવાનું કામ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પાવડરમાં આગ પકડી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પાવડરની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેના પરિણામે ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત પાણીનો મારો
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને તાત્કાલિક અસરથી કંપનીના સ્થળે પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં 8થી વધુ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને સતત પાણીનો મારો ચલાવી રહી છે. કંપની અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
Next Article