રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગ,10-12 લોકો જીવતા ભૂંજાયા
- Jaisalmer Road Accident: રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં આગ
- આગમાં 10 થી 12 લોકો ભુંજાયા હોવાના પ્રાથમિક અહેવાલ
- પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી
રાજસ્થાનમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે જેસલમેરથી જોધપુર જઈ રહેલી (Jaisalmer Road bus Accident) એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં, ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત આશરે 15 મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં આશરે 10 થી 12 લોકો જીવતા બળી ગયા હોવાની આશંકા છે.
#WATCH | Rajasthan: A Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer. Fire tenders and Police present at the spot. pic.twitter.com/8vcxx5ID1q
— ANI (@ANI) October 14, 2025
Jaisalmer Road Accident: ચાલુ બસમાં લાગી ભીષણ આગ
આ દુઃખદ ઘટના બપોરે લગભગ 3:30 વાગ્યે જેસલમેર-જોધપુર હાઇવે પર થૈયત ગામ નજીક બની હતી. બસ જેસલમેરથી જોધપુર જવા રવાના થઈ હતી અને તેમાં કુલ 57 મુસાફરો સવાર હતા. લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યા પછી, બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવર કે મુસાફરો કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ, આગે આખા વાહનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને વધુ સારી સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી.
Jaisalmer Road Accident: આ ઘટના અંગે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુઃખદ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક જેસલમેરના કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે ફોન પર વાતચીત કરીને પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવાના નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી શર્મા આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પોતે જેસલમેર જવા રવાના થયા છે.
આ પણ વાંચો: લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા: બિહારમાં અલીનગર બેઠક પરથી મળી શકે છે ટિકિટ


