ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, આજથી લાગુ થઇ શકે છે CAA

CAA : લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ની તારીખો કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે (central government) એક મોટો નિર્ણય લીધો છે. જીહા, કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા જઈ રહી છે....
05:11 PM Mar 11, 2024 IST | Hardik Shah
CAA : લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ની તારીખો કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે (central government) એક મોટો નિર્ણય લીધો છે. જીહા, કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા જઈ રહી છે....
citizenship amendment act

CAA : લોકસભાની ચૂંટણી (Lok Sabha election) ની તારીખો કોઇ પણ સમયે જાહેર થઇ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે (central government) એક મોટો નિર્ણય લીધો છે. જીહા, કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર સોમવારે રાત્રે તેનું નોટિફિકેશન (Notification) જારી કરી શકે છે. આ પછી, નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA આજથી જ દેશમાં લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર આજે રાત્રે જારી કરી શકે છે Notification

સૂત્રો દાવો કરી રહ્યા છે કે ગૃહ મંત્રાલય (Home Ministry) આજે મોડી રાત્રે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ની સૂચના જારી કરી શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ઝડપી નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 માં પસાર કરવામાં આવ્યો હતો. તેના પસાર થયા પછી, દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગ આંદોલને (Shaheen Bagh movement) સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ 5 વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha election) ની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે.

કોને મળશે નાગરિકતા?

નવા CAA કાયદા હેઠળ, મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ - અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. જોકે, કાયદો હજુ અમલમાં આવ્યો નથી અને તેના અમલ માટે નિયમો જરૂરી છે. ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.

આ પણ વાંચો - Electoral Bonds પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBI ની અરજી ફગાવી, 12 માર્ચ સુધીમાં ડેટા આપવા કહ્યું…

આ પણ વાંચો - Electoral Bonds : SBI એ માહિતી આપવા માટે વધુ સમય માંગ્યો, SC એ કહ્યું- વિગતો આપવામાં 4 મહિના કેમ લાગશે?

આ પણ વાંચો - PM મોદીએ દ્વારકા એક્સપ્રેસ વેનું કર્યું ઉદઘાટન, કહ્યું- એક સમય હતો જ્યારે લોકો સાંજ પછી અહીં આવવાનું ટાળતા હતા…

Tags :
Amit ShahCAACentral governmentcitizenship amendment actHome ministryLok Sabha ElectionsLok Sabha elections 2024Master stroke of Modi governmentNarendra Modipm modi
Next Article