બરેલી જમાતના મૌલાના Shahabuddin Razvi એ RSSના અધ્યક્ષ મોહન ભાગવતના કર્યા વખાણ
- મૌલાના Shahabuddin Razvi એ મોહન ભાગવતના કર્યા વખાણ
- મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું સંઘ ભારતનું સૌથી મોટું સંગઠન
- ભાગવતે સમાજને એક કરવાના હકારાતમ્ક વિચારો વ્યકત કર્યા
RSSની 100મી શતાબ્દીની ઉજવણી હાલ ચાલી રહી છે, આ શતાબ્દી મહોત્સવમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે દેશના મુસ્લિમોને લઇને હકારાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા, આ વિચારોને બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ સમર્થન આપ્યું છે. બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ આરએસએસના વડા મોહન ભાગવતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભાગવતે સમાજને એક કરવાની વાત કરી છે, જેનાથી દેશમાં સકારાત્મક વિચારસરણીનો વિકાસ થયો છે. મૌલાનાએ ભાગવતના આ વિચારને સમર્થન આપ્યું હતું કે દરેક મસ્જિદ નીચે મંદિર ન શોધો, બધાને સાથે લઇને ચાલો.
મૌલાના Shahabuddin Razvi એ મોહન ભાગવતના વિચારોને આપ્યું સમર્થન
નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતના નિવેદનનું બરેલવી મૌલાના શહાબુદ્દીન રઝવીએ સમર્થન કર્યું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે સંઘ ભારતનું સૌથી મોટું સંગઠન છે, ભારતમાં હજુ સુધી કોઈપણ ધર્મના અનુયાયીઓનું આટલું મોટું સંગઠન અસ્તિત્વમાં આવ્યું નથી.મૌલાનાએ કહ્યું કે મોહન ભાગવતે સમાજને એક કરવા માટે વિવિધ મંચ પરથી આવી હકારાત્મક વિચારો અનેકવાર રજૂ કર્યા છે., જેનાથી દેશમાં સકારાત્મક વિચારસરણીનો વિકાસ થયો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક મસ્જિદ નીચે મંદિર ન શોધો, આરએસએસના વડા મોહન ભાગવતે ગુરુવારે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે એક પરિષદમાં આ જ વાતનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે દરેક જગ્યાએ શિવલિંગ ન શોધો, તેમણે બધાને સાથે લઈને ચાલવાની વાત કરી.
મૌલાના Shahabuddin Razvi એ મોહન ભાગવતા કર્યા વખાણ
ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન કહ્યું કે સંઘના વડાની સકારાત્મક વિચારસરણી દેશમાં વધી રહેલા હિન્દુ મુસ્લિમ તણાવને ઘટાડશે, બધા સમુદાયના લોકોએ તેમના નિવેદનો અને લખાણો સાંભળવા અને વાંચવા જોઈએ.મને લાગે છે કે હવે દેશમાં અશાંતિ ફેલાવતા સંગઠનોની સંખ્યામાં ઘણો ઘટાડો થશે. મૌલાનાએ કહ્યું કે દેશની પ્રગતિ માટે બધા સમુદાયના લોકોએ સાથે મળીને ચાલવું પડશે.મૌલાનાએ વધુમાં કહ્યું કે છેલ્લા બે વર્ષમાં એવું જોવા મળ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં, મસ્જિદો, મદરેસા, કબરો અને મકબરા જેવા ધાર્મિક સ્થળોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી અને સરકારોને હસ્તક્ષેપ કરીને મામલો ઉકેલવો પડ્યો હતો.સંઘના વડાના આ પ્રયાસો પછી, મુસ્લિમોને આશા છે કે હવે ભારતમાં અસામાજિક તત્વોની આવી પ્રવૃત્તિઓ બંધ થશે.
આ પણ વાંચો: Mahua Moitra : અમિત શાહનું માથું કાપીને....',TMC સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ