મોરેશિયસના PM ડૉ. નવીનચંદ્ર નું કાશીમાં થયું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
- મોરેશિયસના PM Dr. Navinchandra કાશી પહોંચ્યા,ગાર્ડ ઓફ ઓનર અપાયું
- રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મંત્રી સુરેશ ખન્ના એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું
- અયોધ્યાના કલાકારોએ આંબેડકર સ્ક્વેર પાસે અવધી લોકનૃત્ય રજૂ કર્યું
મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ ભારતના પ્રવાસ પર છે. આજે તેઓ ઉત્તરપ્રદેશ એરપોર્ટ પર પહોંચતાં જ મોરેશિયસના વડા પ્રધાનનું રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મંત્રી સુરેશ ખન્ના એ ભવ્ય સ્વાગત કર્યું હતું .
મોરેશિયસના PM Dr. Navinchandra રામગુલામ કાશી પહોંચ્યા
મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ ભારતા પ્રવાસ પર છે. આજે તેઓ ઉત્તરપ્રદેશ એરપોર્ટ પર પહોંચતાં જ મોરેશિયસના વડા પ્રધાનનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મંત્રી સુરેશ ખન્ના એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું . વારાણસી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગની બહાર ડમરુ અને શંખ વગાડીને તેમનું આદરપૂર્વક સ્વાગત કરાયું. મોરેશિયસના પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અયોધ્યાના કલાકારોએ આંબેડકર સ્ક્વેર પાસે અવધી લોકનૃત્ય રજૂ કર્યું, જ્યારે આઝમગઢના કલાકારોએ લિલી ઘોરી ધોબિયા નૃત્ય દ્વારા પરંપરાગત સ્વાગત આપ્યું. આ સ્વાગત કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને મોરેશિયસના ભારતીય મૂળના ઐતિહાસિક જોડાણને પ્રતિબિંબિત કરે છે, કારણ કે મોરેશિયસની 70% વસ્તી ભારતીય વંશની છે.
उत्तर प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज माननीय प्रधानमंत्री, मॉरीशस गणराज्य, श्री नवीनचन्द्र रामगुलाम के सपत्नीक वाराणसी आगमन पर स्वागत एवं अभिनंदन किया। pic.twitter.com/mliYIDTam4
— Governor of Uttar Pradesh (@GovernorofUp) September 10, 2025
મોરેશિયસના PM Dr. Navinchandra નું કાશીમાં કરાયું ભવ્ય સ્વાગત
નોંધનીય છે કે આ વિઝિટ મોરેશિયસના વડ પ્રધાન નવીનચંદ્ર રામગુલામના વર્તમાન કાર્યકાળમાં ભારતની પ્રથમ વિદેશી દ્વિપક્ષીય મુલાકાત છે, જે માર્ચ 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોરેશિયસ મુલાકાત પછી બંને દેશો વચ્ચેના 'એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'ને વધુ આગળ વધારવાનો પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે મોરેશિયસના વડા પ્રધાનની આ ત્રણ દિવસીય મુલાકાત (10થી 12 સપ્ટેમ્બર) દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે, જે 11 સપ્ટેમ્બરે હોટેલ તાજ નદેસરમાં યોજાશે. આ વાતચીતમાં વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા, રોકાણને આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકાશે. વડાપ્રધાન રામગુલામ કાશીના સાંસદ અને પ્રધાનમંત્રી મોદીને મળશે, જેથી બંને દેશો વચ્ચેના આર્થિક અને વેપારીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવે. આ ઉપરાંત, તેઓ બાબા વિશ્વનાથ ધામની મુલાકાત લેશે, સ્વામી વિવેકાનંદ ક્રૂઝ પર સવાર થઈને મા ગંગાની પ્રસિદ્ધ આરતી જોશે અને કાશીના ઘાટો તથા પરંપરાઓથી વાકેફ થશે.
આ પણ વાંચો: PM Modiએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોનિક કરી વાતચીત,અનેક મુદ્દા પર થઇ ચર્ચા


