ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MAIDAAN FILM : ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા "MAIDAAN", અજય દેવગન દેખાશે આ REAL HERO ના પાત્રમાં

MAIDAAN FILM TRAILER RELEASE : અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ " મેદાન " નું ટ્રેલર હાલમાં સામે આવ્યું છે. અજય દેવગન આ ફિલ્મમાં એક ફૂટબોલ કોચની ભૂમિકાના જોવા મળવાના છે. અજય દેવગનની ફિલ્મ મેદાન ઈદ 2024 ના અવસર પર એપ્રિલમાં...
07:41 PM Mar 07, 2024 IST | Harsh Bhatt
MAIDAAN FILM TRAILER RELEASE : અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ " મેદાન " નું ટ્રેલર હાલમાં સામે આવ્યું છે. અજય દેવગન આ ફિલ્મમાં એક ફૂટબોલ કોચની ભૂમિકાના જોવા મળવાના છે. અજય દેવગનની ફિલ્મ મેદાન ઈદ 2024 ના અવસર પર એપ્રિલમાં...

MAIDAAN FILM TRAILER RELEASE : અજય દેવગનની મચ અવેટેડ ફિલ્મ " મેદાન " નું ટ્રેલર હાલમાં સામે આવ્યું છે. અજય દેવગન આ ફિલ્મમાં એક ફૂટબોલ કોચની ભૂમિકાના જોવા મળવાના છે. અજય દેવગનની ફિલ્મ મેદાન ઈદ 2024 ના અવસર પર એપ્રિલમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર દેશભક્તિ, ફૂટબોલ અને ભાવનાત્મક લાગણીના સંવાદોથી ભરેલું છે. આ ટ્રેલરમાં અજય દેવગન શાનદાર અભિનય કરતાં દેખાઈ રહ્યા છે, જેના કારણે તેમની પ્રશંસા પણ થઈ રહી છે.

PHOTO CREDITS : GOOGLE

અજય દેવગનની સાથે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રિયમણી છે. આ ફિલ્મને ડાઇરેક્ટ અમિત શર્મા દ્વારા કરવામાં આવી છે, કે જેઓ પહેલા " બધાઈ હો " અને " તેવર " જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા - મેદાન 

મેદાન ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં 1952થી 1962નો સમયગાળો બતાવવામાં આવ્યો છે. આ સમયગાળો ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. મેદાનની વાર્તા એક સાચા હીરો સૈયદ અબ્દુલ રહીમની વાર્તા છે, જેણે લાંબા સંઘર્ષ બાદ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને પ્રવેશ અપાવવામાં સફળતા મેળવી હતી. તેમના સંઘર્ષનું જ પરિણામ હતું કે એશિયન ગેમ્સમાં ભારતે ઘણા ગોલ્ડ મેડલ જીત્યા.

ભારતમાં હાલ કોઈ લોકપ્રિય રમત હોય તો તે ચોક્કસપણે ક્રિકેટ છે. ભારત આ રમતમાં વિશ્વમાં પોતે ડોમીનેટ પણ કરે છે. પરંતુ એક સમય હતો જ્યારે ભારત ફૂટબોલની રમતમાં પણ ઘણું આગળ હતું, વર્ષ 1952થી 1962 નો સમયગાળો ભારતીય ફૂટબોલ માટે એક સુવર્ણ કાળ હતો. ભારતના આ સુવર્ણ કાળને ટ્રેલરમાં ખૂબ જ નિપુણતાથી બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં દેખાય છે કે, અજય દેવગન ફૂટબોલ દ્વારા વિશ્વમાં ભારતની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તેઓ એક પછી એક સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓને એકત્રિત કરે છે.

અબ્દુલ રહીમ - THE UNSUNG HERO OF INDIA 

અજય દેવગનની આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ અજય દેવગનનું પાત્ર સૈયદ અબ્દુલ રહીમના ઉપર આધારિત છે. ચાલો જાણીએ કે આખરે ભારતનો આ હીરો છે, જેના વિશે આજે ઘણા ઓછા લોકો જાણે છે. સૈયદ અબ્દુલ રહીમને ફૂટબોલના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1951 થી 1963 સુધી ભારતીય ફૂટબોલમાં સેવા આપી હતી. તેમણે માત્ર પોતાની આવડતથી ભારતને ગૌરવ અપાવ્યું એટલું જ નહીં પરંતુ જીવનભર ભારતીય ફૂટબોલની સેવામાં કામ કર્યું.

તેમના યુગ દરમિયાન, ભારતીય ફૂટબોલ ટીમે ઘણી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ફૂટબોલને આગળ લઈ જવામાં સૈયદ અબ્દુલ રહીમનો હાથ છે. જ્યાં સુધી તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કોચ રહ્યા ત્યાં સુધી તે ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ માનવામાં આવે છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં હરિયાણાથી મેદાનમાં આવશે રણદીપ હુડ્ડા, BJP આપી શકે છે ટિકિટ!

Tags :
ABDUL RAHIMAJAY DEVGANAMIT SHARMABollywoodGOLDER ERAHindi cinemaIndian footballMAIDAANPRIYAMANIREAL STORYtrailerTRAILER RELEASE
Next Article