Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત, Amreli માં વડાપ્રધાને CR પાટીલનાં વખાણ કર્યા

ઉદ્યોગપતિ સવજી ધોળકિયાનાં પુત્રનાં લગ્ન સમારોહમાં પહોંચ્યા PM મોદી કથાકાર મોરારી બાપુ સાથે મુલાકાત લઈ ચર્ચા કરી જળશક્તિ મંત્રી CR પાટીલનાં PM મોદીએ કર્યા વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અમરેલીનાં લાઠીમાં ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાનાં (Savjibhai Dholakia)...
pm મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત  amreli માં વડાપ્રધાને cr પાટીલનાં વખાણ કર્યા
Advertisement
  1. ઉદ્યોગપતિ સવજી ધોળકિયાનાં પુત્રનાં લગ્ન સમારોહમાં પહોંચ્યા PM મોદી
  2. કથાકાર મોરારી બાપુ સાથે મુલાકાત લઈ ચર્ચા કરી
  3. જળશક્તિ મંત્રી CR પાટીલનાં PM મોદીએ કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અમરેલીનાં લાઠીમાં ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાનાં (Savjibhai Dholakia) પુત્રનાં લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન મોદીએ રામચરિત માનસનાં પ્રચારક અને કથાકાર મોરારી બાપૂની સાથે મુલાકાત પણ કરી હતી અને ચર્ચા કરી હતી. અમરેલીની જનસભામાં વડાપ્રધાન મોદીએ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના (CR Patil) વખાણ કર્યા હતા.

અમરેલીમાં 4800 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતનાં પ્રવાસે છે. સવારે વડોદરામાં કરોડો રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભાવનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અમરેલીનાં (Amreli) લાઠી ખાતે પહોંચ્યા હતા. લાઠી (Lathi) ખાતેનાં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 4800 કરોડનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. પીએમ મોદીએ અમરેલી, ભાવનગર (Bhavnagar), મોરબી જિલ્લાનાં લોકોને દિવાળી પહેલા વિકાસકામોની આ ભેટ આપી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi

પીએમ મોદી અને કથાકાર મોરારી બાપુની મુલાકાત

આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીનાં લાઠીમાં ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનાં પુત્રનાં લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાને કથાકાર મોરારી બાપુ (Morari Bapu) સાથે મુલાકાત પણ કરી હતી અને બંને વચ્ચે ચર્ચા પણ થઈ હતી. પીએમ મોદી અને કથાકાર મોરારી બાપુની આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો -Amreli: PM નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન, હેલિકોપ્ટર મારફતે જશે અમરેલી

PM મોદીએ CR પાટીલનાં કર્યા વખાણ

જણાવી દઈએ કે, અમરેલીમાં (Amreli) લાઠીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધિ હતી. દરમિયાન, તેમણે જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના (CR Patil) વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, સી.આર.પાટીલ હવે અમારા મંત્રીમંડળમાં છે, એમને ગુજરાતનાં પાણીનો અનુભવ છે. 'કેચ ધ રેઇન' કામને તેમણે પોતાનાં મહત્ત્વનાં કાર્યક્રમ તરીકે ઉપાડ્યું છે. ગુજરાતની સાથે દેશનાં અનેક રાજ્યોમાં રિચાર્જ વેલ બનાવવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. અનેક રાજ્યોમાં જનભાગીદારીથી હજારોની સંખ્યામાં રિચાર્જ વેલ બનાવવાનું કામ શરૂ થયું છે.

આ પણ વાંચો -VADODARA : "G-20 સમિટમાં તમારી ખોટ સાલી હતી, દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું" - PM મોદી

Tags :
Advertisement

.

×