Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BRICS Summit : ભારત-ચીન સંબંધોમાં સુધારાના સંકેતો, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે...

આવતીકાલે PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત BRICS Summit માં ભાગ લેવા રશિયાના કઝાનમાં પહોંચ્યા સીમા વિવાદ બાદ પહેલી વખત મળશે આ બે મોટા નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લગભગ ચાર વર્ષના સરહદ વિવાદ બાદ હવે ભારત...
brics summit   ભારત ચીન સંબંધોમાં સુધારાના સંકેતો  pm મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે
Advertisement
  1. આવતીકાલે PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત
  2. BRICS Summit માં ભાગ લેવા રશિયાના કઝાનમાં પહોંચ્યા
  3. સીમા વિવાદ બાદ પહેલી વખત મળશે આ બે મોટા નેતા

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લગભગ ચાર વર્ષના સરહદ વિવાદ બાદ હવે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારના સંકેતો જોવા મળી શકે છે. ભારત અને ચીન મંગળવારે પૂર્વી લદ્દાખમાં LAC પર સૈન્યના પેટ્રોલિંગ પર સહમત થયા પછી, હવે પ્રથમ વખત PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. મંગળવારે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુષ્ટિ કરી કે PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે બ્રિક્સ સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી 16 મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન શહેર પહોંચ્યા છે, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

સીમા વિવાદ બાદ આ પહેલી મુલાકાત...

હવે બુધવાર, 23 ઓક્ટોબરે, PM નરેન્દ્ર મોદી રશિયામાં બ્રિક્સ સમિટની બાજુમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક બંને દેશો વચ્ચેના પરસ્પર મતભેદોને ઉકેલવા માટે કામ કરશે, અને સંબંધોમાં સુધારાને પણ ઉજાગર કરશે. મંગળવારે LAC પર થયેલા કરારને બંને દેશો વચ્ચે ચાર વર્ષથી વધુ જૂના સૈન્ય અવરોધને સમાપ્ત કરવામાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે બંને દેશોના વડા રશિયાના કઝાનમાં છે, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના લુલા દા સિલ્વા અને દક્ષિણ આફ્રિકાના સિરિલ રામાફોસા પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : BRICS Summit : PM મોદી અને પુતિનની મુલાકાત, ભારતે યુક્રેન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, Video

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી...

મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન પણ 16 મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયાના કઝાન શહેર પહોંચી ગયા છે. અહીં તેઓ PM મોદીને પણ મળ્યા હતા. જુલાઈમાં ચૂંટણી જીત્યા બાદ રાષ્ટ્રપતિ બનેલા પેજેશકિયન અને મોદી વચ્ચે આ પહેલી મુલાકાત હતી. તે જ સમયે, જ્યારે PM મોદી કઝાન પહોંચ્યા, ત્યારે ઇસ્કોનના કૃષ્ણ ભક્તોએ સંસ્કૃત સ્વાગત ગીતો, રશિયન નૃત્ય અને કૃષ્ણ ભજનો સાથે તેમનું સ્વાગત કર્યું. ભારતીય સમુદાયના લોકોએ હોટલ કોર્સ્ટનમાં PM મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ ભારતીય ત્રિરંગો લઈને નારા લગાવી રહ્યા હતા. ઘણા લોકો તેમના મોબાઈલ ફોન સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Israel Hezbollah War : હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલો કર્યો, અંધાધૂંધ રોકેટ ફાયર કર્યા

વિદેશ સચિવે માહિતી આપી...

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ PM મોદી અને શી જિનપિંગ વચ્ચે રશિયામાં થનારી બેઠક અંગે માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે આવતીકાલે (બુધવારે) બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.

આ પણ વાંચો : China આવી ગયું લાઇન પર..કહ્યું...પૂર્વ લદ્દાખની મડાગાંઠ ઉકેલાશે

Tags :
Advertisement

.

×