Dwarka : વહેલી સવારથી મેઘરાજાની પધરામણી, વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
- દ્વારકામાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી
- દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોકમાં પડ્યો વરસાદ
- વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થવા પામી હતી. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભગવાન દ્વારકાધીશ જગત મંદિર અને છપ્પન સિઢી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટ્યા હતા. દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
દ્વારકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક અડધા થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાણવડ પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. નાવદ્રા અને લાંબા વચ્ચેનો ભોગાત લાંબા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ભાટિયા ગામ બહારના મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી
દ્વારકાના ભાટિયા ગામ આસપાસના વિસ્તારોમાં ભા્રે વરસાદ પડ્યો હતો. ભાટિયા ગામ બહારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા અવર જવરમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભાટિયા આસપાસના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
4 ઇંચ જેટલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું
દ્વારકામાં 4 ઈંચ જેટલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. બિરલા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. લોકો ભરેલા પાણી વચ્ચે જવા માટે મજબૂર બન્યા હતા. બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુઘી પાણી ઘુસ્યા હતા. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.
ભાણવડ, ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ
દ્વારકામાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થવા પામી હતી. દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોકમાં વરસાદ પડ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાણવડ, ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. ભાટિયા ગામ બહારના મુખ્ય મારાગ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા.
ભારે વરસાદથી ઇમર્જન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય
પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. ભદ્રકાળી ચોકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ઘૂંટણ સમા પાણી વચ્ચે પ્રાંત અધિકારીએ ભદ્રકાળી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફીસરને તાકીદ કર્યા હતા. હજુ પણ ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાવા પામી હતી. ભારે વરસાદની મામલદતારની ટીમને એલર્ટ રખાયા છે. ભારે વરસાદથી ઈમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. સરકારી આંકડા મુજબ 113 એમ.એમ. જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો હતો.
દ્વારકામાં ભારે વરસાદને લઈને ભરાયા પાણી
દ્વારકામાં ભારે વરસાદને લઈ પાણી ભરાયા છે. ભાટિયા થી કુંરંગા હાઈવે રોડ પરના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ભારે વરસાદના પગલે હાઈવે આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. વહેલી સવારથી ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું.
દ્વારકા જિલ્લામાં સર્વત્રિક ધોધમાર વરસાદ
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પગલે કલ્યાણપુર તાલુકાનું નગડીયા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કલ્પાણપુર તાલુકાના અનેક ગામોમાં જોરદાર વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ થયા હતા. ધોધમાર વરસાદને પગલે નગડીયા ગામમાં પાણી ભરાયા હતા. નગડીયા ગામમાં લોકોનો અવર-જવર માટેના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.