Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણામાં મેઘરાજાની જમાવટ, દુકાનો-મકાનોમાં પાણી ઘૂસ્યા

ગુજરાતના 170 તાલુકામાં વરસાદ, દસ્ક્રોઈમાં 9.7 ઈંચ ખાબક્યો વિસનગર પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો માર્ગો નદીમાં ફેરવાયા, દુકાનો-મકાનોમાં પાણી ઘૂસ્યા 5 ઈંચ વરસાદમાં વિસનગર જળબંબાકાર Mehsana Rain : બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ...
મહેસાણામાં મેઘરાજાની જમાવટ  દુકાનો મકાનોમાં પાણી ઘૂસ્યા
Advertisement
  • ગુજરાતના 170 તાલુકામાં વરસાદ, દસ્ક્રોઈમાં 9.7 ઈંચ ખાબક્યો
  • વિસનગર પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો
  • માર્ગો નદીમાં ફેરવાયા, દુકાનો-મકાનોમાં પાણી ઘૂસ્યા
  • 5 ઈંચ વરસાદમાં વિસનગર જળબંબાકાર

Mehsana Rain : બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી આરામ ફરમાવી રહેલા મેઘરાજા આળસ મરડીને બેઠા થયા હોય, તેમ ગઈકાલથી તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે પણ વહેલી સવારથી 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે.

Advertisement

મહેસાણા જિલ્લાની  જળબંબાકાર

જ્યારે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, સરકારી ચોપડે વિસનગરમાં 56 મિ.મી (2.2 ઈંચ),મહેસાણા શહેરમાં 45 મિ.મી (1.7 ઈંચ),ખેરાલુમાં 35 મિ.મી (1.3 ઈંચ), વડનગરમાં 35 મિ.મી (1.3 ઈંચ), ઊંઝામાં 30 મિ.મી (1.1 ઈંચ),સતલાસણામાં 29 મિ.મી (1.1 ઈંચ) તેમજ જોટાણામાં 17 મિ.મી, કડીમાં 15 મિ.મી., બેચરાજીમાં 8 મિ.મી અને વિજાપુરમાં 7 મિ.મી વરસાદ વરસ્યો છે. જેને અલીને કારતફં આવી સમાનર વિરાટ કરવાની બાત કરવાંઆ આવવી આછે જેને સસૌરહું વધી

Advertisement

વિસનગર નગર પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ

વિસનગરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 122 મિ.મી (4.8 ઈંચ) વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે વિસનગરના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વિસનગરની ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનો રોડ બેટમાં ફેરવાઈ ગયો હોય, તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. APMCની બહાર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો નુકસાનની ભીતિને લઈને ચિંતામાં મૂકાયા છે. સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, વિસનગરમાં પાણી ભરાવાની સમસ્યા 10 વર્ષ જૂની છે. 6 મહિના પહેલા જ પાલિકાએ નવી ગટર લાઈન નાંખી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.

આ પણ  વાંચો -Patan : નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે , ઠેર ઠેર ભુવા અને ખાડારાજ

અમદાવાદના દસ્ક્રોઈમાં બારેમેઘ ખાંગા, પોણા 10 ઈંચ ધોધમાર વરસાદ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા જોઈએ તો, આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ 247 મિ.મી. (9.7 ઈંચ) વરસાદ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય ખેડાના નડિયાદમાં 212 મિ.મી (8.3 ઈંચ), મહેમદાબાદમાં 207 મિ.મી (8.1 ઈંચ), માતરમાં 173 મિ.મી. (6.8 ઈંચ), વસોમાં 137 મિ.મી (5.3 ઈંચ) મહુધામાં 131 મિ.મી (5.1 ઈંચ) અને કઠલાલમાં 130 મિ.મી (5.1 ઈંચ) વરસાદ નોંધાયો છે.

આ પણ  વાંચો -Ahmedabad Heavy Rain : અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી! તંત્રની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ

આજે 59 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

આજે આખા દિવસ દરમિયાન 59 તાલુકામાં 1 ઈંચથી વધુ, 31 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 16 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના કપડવંજમાં 37 મિ.મી, મહુધામાં 31 મિ.મી., નડિયાદમાં 27 મિ.મી, વસોમાં 20 મિ.મી, માતરમાં 19 મિ.મી, મહેમદાબાદમાં 18 મિ.મી વરસાદ વરસ્યો છે.

Tags :
Advertisement

.

×