Surat માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
- સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ
- વરસાદના કારણે ખાડી પૂરની દહેશત વધી
- પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા
- સોસાયટીઓમાં જળ બમ્બાકાર જેવી સ્થિતિ
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદના કારણે ખાડી પુરની દહેશત વધી જવા પામી હતી. પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. સોસાયટીઓમાં જળ બમ્બાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. જેમાં રુદ્રાક્ષ રેસીડેન્સીમાં પાણી ભરાવા પામ્યા હતા. બારડોલી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી હતી. ટ્રેક્ટરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા હતા.
મેયરની મુલાકાત બાદ સ્થાનિક લોકોમાં રોષ
વરસાદે વિરામ લેતા સરથાણ સીમાડા વિસ્તારમાં પાણી ઓસરવાની શરૂઆત થવા પામી હતી. પાણી ઓસરતા મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સીમાડા ગામમાં આવેલ અલગ અલગ અસરગ્રસ્ત સોસાટીની મુલાકાત લીધી હતી. તેમજ મેયર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. મેયરની મુલાકાત બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું કે, અમારા કાર્યકરો તમામ સ્થળો પર કામગીરી કરી રહ્યા છે. જિલ્લામાં અવિતરપણે પડેલા વરસાદના કારણે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જ્યાં રાહત કામગીરી નથી પહોંચી ત્યાં જેતા જઈ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરાશ. તેમજ ગત રોજ થી હુ અને પાલિકા કમિશ્નર અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Aam Aadmi Party : વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે AAP માટે આવ્યા માઠા સમાચાર!
રાજ્ય શિક્ષણમંત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
રાજ્ય શિક્ષણમંત્રીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કામરેજ વિધાનસભા મત વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી તેઓની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. શિક્ષણ મંત્રી જાતે જ ટ્રેક્ટરમાં સવાર થઈ અલગ અલગ સોસાયટીઓની મુલાકાત કરી હતી. સરથાણ સીમાડા ગામની અસરગ્રસ્ત સોસાયટીઓની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા
પાલિકા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવીઃ હર્ષભાઈ સંઘવી
સુરતમાં પડેલ ભારે વરસાદને પગલે મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. રાજ્યગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. પાલિકા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પરંતુ પાલિકા, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જમીન પર રહી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. તેમજ આગામી બે દિવસ શહેરમાં દવા છંટકાવ અને સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે. અને મેડિકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ આરોગ્યલક્ષી તપાસ કરશે.


