ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

Mehsana નાં કડીનાં જાસલપુર ગામે મોટી દુર્ઘટના કંપનીમાં દિવાલ બનાવતી વખતે 5 લોકો નાં મોત ભેખડ ધસી પડતા હજુ પણ 4 મજૂર દટાયા હોવાની આશંકા વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી...
03:39 PM Oct 12, 2024 IST | Vipul Sen
Mehsana નાં કડીનાં જાસલપુર ગામે મોટી દુર્ઘટના કંપનીમાં દિવાલ બનાવતી વખતે 5 લોકો નાં મોત ભેખડ ધસી પડતા હજુ પણ 4 મજૂર દટાયા હોવાની આશંકા વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી...
  1. Mehsana નાં કડીનાં જાસલપુર ગામે મોટી દુર્ઘટના
  2. કંપનીમાં દિવાલ બનાવતી વખતે 5 લોકો નાં મોત
  3. ભેખડ ધસી પડતા હજુ પણ 4 મજૂર દટાયા હોવાની આશંકા
  4. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ

મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે, હજુ પણ અન્ય 4 મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો - Porbandar : મધદરિયે રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં જવાનનું મોત, 1 મહિના બાદ મળ્યો મૃતદેહ

કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 નાં મોત

મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં (Kadi) આવેલા જાસલપુર ગામે આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં (Steel Inox Stainless Company) આજે મોટી દુર્ઘટના બની છે. કંપનીમાં દિવાલ બનાવતી વખતે અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં કેટલાક મજૂરો દટાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 મજૂરો હાલ પણ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : જામકંડોરણાનાં જવાનનું અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન મોત, CM એ પાઠવી શ્રદ્ધાંજલિ

વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ

ભેખડ ધસી પડતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે ત્વારિત વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. જ્યારે ઘટના સ્થળ પર 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં આરોપીની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- સમગ્ર ઘટનામાં માત્ર..!

Tags :
5 People DiedGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJasalpur villageKadiLatest Gujarati NewsMehsanaRock FallSteel Inox Stainless Company
Next Article