Mehsana : ખેરાલુ-સતલાસણા હાઇવે પર ST બસ-ઇકો કાર ધડાકાભેર અથડાયા, 2 નાં મોત, 3 ઘવાયા
- મહેસાણાનાં ખેરાલુ-સતલાસણા હાઇવે પર અકસ્માત (Mehsana)
- ડભોડાનાં સંભવનાથ મંદિર નજીક ગમખ્વાર અકસ્માત
- એસટી અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 2 મોત, 3 ઘાયલ
- ખેરાલુ પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી આદરી
Mehsana : મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના બની છે. ST બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. ખેરાલુ પોલીસ (Kheralu Police) અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો - Gujarat Congress : પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા, વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા
ડભોડાનાં સંભવનાથ મંદિર નજીક ગમખ્વાર અકસ્માત
માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના (Mehsana) ખેરાલુ-સતલાસણા હાઈવે નજીક ડભોડાના સંભવનાથ મંદિર પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને એક ઇકો કાર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થયા હતા.
આ પણ વાંચો - Kutch : સોનાના દાગીના અને લાખો રૂપિયા ઘરેથી ચોરી ભાગી રહેલાં બે મિત્રોને ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ ખાતેથી પકડ્યા
એસટી અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 2 મોત, 3 ઘાયલ
સ્થાનિક લોકોએ પોલીસ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 ને અકસ્માત અંગે જાણ કરી હતી. આથી, ખેરાલુ પોલીસ (Kheralu Police) અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તનો સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો - Gandhinagar : GCMMF નાં નવા ચેરમેન, વાઇસ ચેરમેનની CM સાથે શુભેચ્છા મુલાકાત


