Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : સરાજાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં 3 રોમિયોનાં થયા આવા હાલ!

બહુચરાજીનાં મોઢેરામાં 3 રોમિયો પોલીસ સકંજામાં (Mehsana) જાહેરમાં વિદ્યાર્થિનીઓની કરતા હતા છેડતી વિદ્યાર્થિનીઓની છેડતીની સમગ્ર ઘટના CCTV માં કેદ પરીક્ષા આપીને પરત ફરતી વિદ્યાર્થિનીઓની કરતા હતા છેડતી મહેસાણા (Mehsana) જિલ્લાનાં બહુચરાજી તાલુકાનાં મોઢેરામાં (Modhera) ત્રણ રોમિયોની પોલીસે ધરપકડ કરી...
mehsana   સરાજાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં 3 રોમિયોનાં થયા આવા હાલ
Advertisement
  1. બહુચરાજીનાં મોઢેરામાં 3 રોમિયો પોલીસ સકંજામાં (Mehsana)
  2. જાહેરમાં વિદ્યાર્થિનીઓની કરતા હતા છેડતી
  3. વિદ્યાર્થિનીઓની છેડતીની સમગ્ર ઘટના CCTV માં કેદ
  4. પરીક્ષા આપીને પરત ફરતી વિદ્યાર્થિનીઓની કરતા હતા છેડતી

મહેસાણા (Mehsana) જિલ્લાનાં બહુચરાજી તાલુકાનાં મોઢેરામાં (Modhera) ત્રણ રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. પરીક્ષા આપીને ઘરે જતી વિધાર્થીનીઓની આ ત્રણે આરોપીઓએ સરાજાહેર છેડતી કરી હતી. આરોપીઓએ વિદ્યાર્થિનીઓનો પીછો કરી બિભત્સ વર્તન કર્યું હતું. સાથે જ ઠપકો આપનાર સાથે પણ આરોપીઓએ મારામારી કરી હતી. આ મામલે મોઢેરા પોલીસે ત્રણે રોમિયોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : વેજલપુર પોલીસ સ્ટેશનનાં PSI, AMC ખાડિયા વોર્ડનો સફાઈ કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Advertisement

જાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરતા 3 રોમિયોની ધરપકડ

મહેસાણા (Mehsana) જિલ્લાનાં બહુચરાજી તાલુકામાં (Bahucharaji) આવેલા મોઢેરા ગામમાં પોલીસે ત્રણ રોમિયોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ ત્રણેય આરોપીઓએ પરીક્ષા આપીને આવી રહેલી વિદ્યાર્થિનીઓ સાથે સરાજાહેર છેડતી કરી હતી. વિદ્યાર્થિનીઓનો પીછો કરી તેમને રોકી બિભત્સ વર્તન કર્યું હતું. દરમિયાન, વિદ્યાર્થિનીઓને છોડાવવા આવેલી બે મહિલાઓ સાથે પણ આરોપીઓએ મારા મારી કરી હતી અને ધમકી પણ આપી હતી. આ મામલે ફરિયાદ થતાં મોઢેરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય રોમિયોની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો - 'રાજકોટ અગ્નિકાંડ' બાદ હવે Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન, દિવાળી પહેલા મળી મંજૂરી!

વિદ્યાર્થિનીઓને છોડાવવા આવેલી બે મહિલા સાથે પણ મારામારી કરી

માહિતી મુજબ, મોઢેરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોકસો એકટ (POCSO Act) હેઠળ ગુનો નોધાયો છે. ઘટના અંગે વીડિયો સાથે પોલીસને રજૂઆત કરાઈ હતી. વીડિયોમાં ત્રણ અજાણ્યા શખ્સ બજારમાંથી વિદ્યાર્થીનીઓનો પીછો કરતાં નજરે પડે છે. ત્યાર બાદ વિદ્યાર્થિનીઓ સાથે જાહેરમાં બિભત્સ વર્તન પણ કરે છે. આ મામલે વીડિયોનાં આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Lok Adalat માં લગ્નજીવનની તકરારનાં 1096 કેસનો નિકાલ, વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો

Tags :
Advertisement

.

×