Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : લોકડાયરામાં ભજનોની રમઝટ વચ્ચે બની એવી ઘટના જેને મચાવી ચકચાર! જુઓ Photos

પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો લોક ડાયરો, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
mehsana   લોકડાયરામાં ભજનોની રમઝટ વચ્ચે બની એવી ઘટના જેને મચાવી ચકચાર  જુઓ photos
Advertisement
  1. Mehsana કડીનાં ખેરપુર ગામમાં જોગણી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  2. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો લોક ડાયરો, મોટી સંખ્યામાં લોકો હાજર
  3. ડાયરા વચ્ચે હવામાં ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાયેલા લોક ડાયરા કાર્યક્રમમાં બનેલી એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક શખ્સ જાહેરમાં અને લોકોની હાજરીમાં હવામાં ફાયરિંગ કરતા નજરે પડે છે. જો કે, બંદુક અસલી છે કે નકલી તે હાલ સ્પષ્ટ નથી. પરંતુ આ વીડિયોને લઈ ચર્ચાનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો - સાબરકાંઠામાં ગબ્બર ફિલ્મ જેવા દ્ર્શ્યો! ખાનગી હોસ્પિટલે મૃતદેહની સારવાર ચાલુ કરી

Advertisement

Advertisement

લોક ડાયરોમાં જાહેરમાં ફાયરિંગનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં આવેલા ખેરપુર ગામે જોગણી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mahotsav) યોજાયો હતો. આ મહોત્સવમાં લોક ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ સહિત નજીકનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. દરમિયાન ફાયરિંગની એક ઘટના બની જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Bharuch માંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી, અનેક લોકો સાથે આચરી છેતરપિંડી

જાહેરમાં ફાયરિંગનાં વાઇલ વીડિયો બાદ લોકોમાં ચર્ચા

આ વાઇરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે કેટલાક લોકો ડાયરામાં (Lok Diara) બંદૂક જેવા હથિયાર લઈ હવામાં ફાયરિંગ (Firing) કરે છે. જો કે, વીડિયોમાં દેખાતી જે બંદુકથી ફાયરિંગ કરવામાં આવી તે અસલી છે કે નકલી હાલ સ્પષ્ટ નથી. પરંતુ, આ વીડિયો જોઈને લોકોમાં ચર્ચા છે કે જાહેરમાં અને મોટી સંખ્યામાં લોકોની વચ્ચે આવી રીતે હવામાં ફાયરિંગ કરવું તે કેટલું યોગ્ય ? શું આ મામલે તપાસ હાથ ધરાશે કે કેમ ? તેવા સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Bhavnagar Marketing Yard ખુલતાની સાથે જ મગફળીની મબલખ આવક, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Tags :
Advertisement

.

×