કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં 'મેમ્બર પાવર પેનલ'ની ભવ્ય જીત, ફરી એકવાર કલબ પર સત્તાનું પુનરાવર્તન
- કર્ણાવતી ક્લબની ચૂંટણી માં મેમ્બર પાવર પેનલની જીત
- અમદાવાદના કર્ણાવતી ક્લબ માટે યોજાઈ હતી ચૂંટણી
- મેમ્બર પાવર પેનલના તમામ ઉમેદવારોની થઇ જીત
- મેમ્બર પાવર પેનલના 10 ઉમેદવારોની ભવ્ય જીત થઇ
- કલબ કેર ફેમિલીમાં ચાર ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ
- ક્લબ કેર ફેમિલી પેનલને 18 ટકા જ વોટ મળ્યા
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં 'મેમ્બર પાવર પેનલ'એ ફરી એકવાર ભવ્ય વિજ્ય થયો છે. આ ચૂંટણીમાં 'મેમ્બર પાવર પેનલ'ના તમામ 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ જીત સાથે પેનલ ફરીવાર ચૂંટાઇ આવી છે. આ કલબના મેમ્બરો આ પેનલના કામની પ્રણાલીથી ખુબ ખુશ છે. પેનલ ફરી એકવાર ભવ્ય જીત હાંસિલ કરી છે.
કર્ણાવતી ક્લબની ચૂંટણી માં મેમ્બર પાવર પેનલની જીત
નોંધનીય છે કે કર્ણાવકી કલબની ચૂંટણીમાં ફરી એકવાર સત્તાપક્ષ ચૂંટણી જીત્યો છે. આ ચૂંટણીમાં 'મેમ્બર પાવર પેનલ'ને પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે, તેમની સામે હરીફ 'ક્લબ કેર ફેમિલી' પેનલને માત્ર 18 ટકા જ વોટ મળ્યા હતા. 'ક્લબ કેર ફેમિલી' પેનલે ચાર ઉમેદવારો સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેમના તમામ ઉમેદવારો સભ્યોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. તમામ ચાર ઉમેદવારો હારી ગયા હતા. સત્તાનું ફરી એકવાર પુનરાવર્તન થયું છે.
કર્ણાવતી ક્લબની ચૂંટણી માં કલબના સભ્યો ફરી સત્તાનું પુનરાવર્તન કર્યું
'મેમ્બર પાવર પેનલ'ની જીત પાછળનું મુખ્ય કારણ છેલ્લા ઘણા વર્ષોથી તેમનું શાનદાર પ્રદર્શન અને ક્લબના સભ્યો માટે કરેલા કાર્યો છે. આ પેનલે ક્લબની સુવિધાઓમાં સુધારો કરવા, સભ્યો માટે નવા કાર્યક્રમોનું આયોજન કરવા અને ક્લબનું સંચાલન વધુ પારદર્શક બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ જ કારણથી ક્લબના સભ્યોએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂક્યો છે. કર્ણાવતી કલબમાં ફરી એકવાર સત્તા પર મેમ્બર પાવર પેનલની જીત થઇ છે.


