Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. તેમજ રાજ્યમાં અતિ ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે.
gujarat rain   રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું  ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • રાજ્યમાં ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • રાજયના કેટલાક વિસ્તારમાં થઈ શકે છે અતિભારે વરસાદ
  • ભરૂચ, આણંદ, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ક્યાં જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીસ મોરબી, રાજકોટ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, પાટણ જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ક્યાં જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું

કચ્છ, દેલભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પડેલ વરસાદને પગલે અંડરપાસ બંધ કરાયા

અમદાવાદ શહેરમાં મોડી સાંજે પડેલ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના દક્ષિણી કુબેરનગર અંડપાસ બંધ કરવામાં આવ્યો હતો. મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. મણીનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરના ચકોડીયા માધ્યમમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. ઓઢવમાં સાડા ચાર ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. વિરાટનગરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. મેમકોમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Surat માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ઘણા ભાગોમાં પૂર આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલ

તેમજ ઘણા ભાગોમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા

Tags :
Advertisement

.

×