Gujarat rain : હવામાન વિભાગની 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
- રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા
- નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી
- સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.
25 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે
આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 25 જૂનથી ટ્રફ લાઈન મધ્યપ્રદેશમાં આવશે. જેથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ 25 જૂન આસપાસ ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. તેમજ તા. 26 થી 30 જૂન સુધી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ઘણા ભાગોમાં પૂર આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલ
તેમજ ઘણા ભાગોમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગહી કરવામાં આવી છે.


