Gujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
- રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
- રાજ્યમાં અતિ ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી
- કચ્છ, અમરેલી, રાજકોટ, બોટાદમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ
- સુરેન્દ્રનગર અને પાટણમાં પણ અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં અતિ ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
જ્યારે બનાસકાંઠા, વડોદરા, આણંદ, ભવાનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, મોરબી, અમદાવાદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું
અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ#Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/0LeTjOhGs9— Gujarat First (@GujaratFirst) July 4, 2025
26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ
26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં 43.76 ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ 40.93 ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયમાં કુલ 51.36 ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ સાથે રાજ્યના 23 ડેમ હાઈએલર્ટ, 17 એલર્ટ, 19 વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં 11 ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા 137 ફીડર બંધ, 96 પોલ તૂટ્યા, 12 ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં 1 નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત માર્ગ બંધ થયા છે.
આ પણ વાંચોઃRajkot: શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ, રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ


