Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા અતિભારે આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
gujarat rain   રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી  સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી
Advertisement
  • રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય
  • ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ
  • અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવા પામી છે. જેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 45 થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું

મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શું આગાહી કરી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

આ પણ વાંચોઃ VADODARA : મેયરની ઓફિસ બહાર ઉત્પાત મચાવનારા AAP કાર્યકર્તા વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ

દ.ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તથા ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ દસાડા, માંડલ, વિરમગામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સાણંદ, ધોળકા, લખ્તર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનમાં ભારે વરસાદ આવી શકે છે. જેમાં વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ VADODARA : બ્લિન્કઈટ, વાડીલાલ, સંતુષ્ટી શેક, લક્ષ્મીનારાયણ ક્લબ સહિત 21 સ્થળોના ફૂડ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ પુરવાર

Tags :
Advertisement

.

×