હવામાન વિભાગનું નાઉકાસ્ટ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં ત્રણ કલાક રેડ એલર્ટ
- ગુજરાતમાં વરસાદનો કહેર: 15 જિલ્લામાં રેડ એલર્ટ, જૂનાગઢમાં 12.8 ઈંચ વરસાદ
- સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: 15 જિલ્લામાં સાંજે 7 સુધી રેડ એલર્ટ
- જૂનાગઢમાં આભ ફાટ્યું: 10 ઈંચથી વધુ વરસાદ, 15 જિલ્લામાં રેડ એલર્ટ
- ગુજરાતમાં પૂરનું સંકટ: 15 જિ NDRF-SDRFની ટીમો એક્શનમાં
- હવામાન વિભાગની ચેતવણી: 15 જિલ્લામાં અતિભારે વરસાદ, રેસ્ક્યૂ ઓપરેશન તેજ
અમદાવાદ : ગુજરાતમાં સક્રિય પાંચ વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે આજે બુધવારે (20 ઓગસ્ટ) બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે નાઉકાસ્ટ જાહેર કરીને 15 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જૂનાગઢના મેંદરડા, કેશોદ, અને વંથલીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
રેડ એલર્ટવાળા 15 જિલ્લા
હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ, નીચેના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલી.
ઓરેન્જ એલર્ટવાળા 18 જિલ્લાનીચેના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે: સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, નર્મદા, તાપી, ડાંગ.
જૂનાગઢમાં આભ ફાટ્યુંજૂનાગઢ જિલ્લામાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકમાં: મેંદરડામાં 12.8, ઈંચ કેશોદ 10.71 ઈંચ અને વંથલી 10.16 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, રસ્તાઓ, ખેતરો તેમજ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે આજુબાજુના ખેતરો ડૂબીગયા છે. તાલાલા-પ્રાંચી રોડ બ્લોક થયો અને હાઈવે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
નવસારી અને પોરબંદરમાં જળબંબાકાર
નવસારી: વિજલપોર વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાયું, અને વિઠ્ઠલ મંદિર નજીકનો ગણપતિ પંડાલ પાણીની ચપેટમાં આવ્યો. ઘણા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી.
પોરબંદર: ઉદ્યોગનગર ફાટક નજીકના પારસ નગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલસામાન બગડ્યો. રાણાવાવ નજીક ભોરાસર ગામની શાળામાં 46 વિદ્યાર્થીઓ ફસાયા, જેમને બચાવવા તંત્રે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
હવામાન વિભાગની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ (30 સે.મી.)ની શક્યતા છે. આ સિસ્ટમનું કારણ એક ડીપ ડિપ્રેશન છે, જે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર સ્થિર છે અને આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને અરબી સમુદ્રમાં પ્રવેશી શકે છે.
રેસ્ક્યૂ અને રાહત કામગીરી NDRF અને SDRF : 12 NDRF અને 20 SDRF ટીમોને અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અને પોરબંદરમાં ફસાયેલા લોકોને બચાવવા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો કામે લાગી છે.
જળાશયોની સ્થિતિ: રાજ્યના 206 જળાશયોમાંથી 61 હાઈ એલર્ટ પર, 27 એલર્ટ પર, અને 21 વોર્નિંગ લેવલ પર છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે.
માછીમારો માટે ચેતવણી: દરિયો તોફાની બનતાં તમામ બંદરો પર નંબર 3નું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
સરકારી પગલાંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જેમાં જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, અને અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્ય સરકારે શાળાઓમાં રજા જાહેર કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે.