Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Weather: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગમી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી દ્વારા આહામી દિવસમાં માવઠાની આગાહી કરી છે.
gujarat weather  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી  ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
Advertisement
  • રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
  • ત્રણ દિવસ બે થી ત્રણ ઈંચ વરસાદ પડવાની આગાહી
  • હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની કરી આગાહી
  • ગુજરાતમાં તમામ જિલ્લાઓ માવઠાથી પ્રભાવિત થશે

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. ત્રણ દિવસ બે થી ત્રણ ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી હતી. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના તાલુકામાં ધોધમાર વરસાદ પડશે. ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.

Advertisement

10 મે સુધી વરસાદની શક્યતા રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ રહેશે. 10 મે સુધી વરસાદની શક્યતા રહેશે. આવતીકાલે અને 8 મે એ વરસાદનું જોર વધુ રહેશે.11 મે થી 20 મે સુધી આંધી અને પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના સાયક્લોનની અસરથી વરસાદની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ અનુકુળ રહેશે.

Advertisement

આજે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કય્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં ક્યાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજસાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર,માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×