IRAN-ISRAEL CONFLICT : ઇરાને ઇઝરાયલ પર ઘાતક 'ક્લસ્ટર બોમ્બ' ઝીંક્યો
- બંને દેશો વચ્ચે હુમલાની તિવ્રતા વધી
- ઇરાને ક્લસ્ટર બોમ્બ ઝીંકી ઇઝરાયલને મોટું નુકશાન પહોંચાડ્યું
- આ વાતની પુષ્ટિ ઇઝરાયલ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે
IRAN-ISRAEL CONFLICT : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત તણાવ (IRAN-ISRAEL CONFLICT) વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર તિવ્ર હવાઈ હુમલા કરી રહ્યા છે. ગતરોજ ન્યુક્લિયર ફેસિલિટી નજીકના વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ બાદ હવે ઇરાને ઇઝરાયલ વિરૂદ્ધ ઘાતકી મનાતી ક્લસ્ટર બોમ્બ બેરિંગ મિસાઈલનો (CLUSTER BOMB WARHEAD) વાર કર્યો છે. જ્યારે આ મિસાઇલ વિસ્ફોટ થાય છે, ત્યારે નાના બોમ્બ બહાર આવે છે, જે ચોક્કસ વિસ્તારમાં મોટું નુકસાન પહોંચાડે છે.
ક્લસ્ટર બોમ્બ મિસાઇલથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન
આ માહિતી ઇઝરાયલી સેના (ISRAEL ARMY) દ્વારા આપવામાં આવી છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના અત્યાર સુધીના યુદ્ધમાં 'ક્લસ્ટર બોમ્બ'ના ઉપયોગની માહિતી પહેલી વાર પ્રકાશમાં આવી છે. જોકે, આ હુમલા બાદ ઇઝરાયલી સેના ક્લસ્ટર બોમ્બ મિસાઇલથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
અઝોર નામના શહેરમાં ઘર બોમ્બ પર પડ્યો
ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, આ મિસાઇલનો લગભગ 4 માઇલ (6.5 કિલોમીટર) ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો અને તે બાદ તેમાં અંદરથી લગભગ 20 નાના બોમ્બ (સબમ્યુનિશન) નીકળ્યા હતા, જે લગભગ 5 માઇલ (8 કિલોમીટર) ના વિસ્તારમાં વિખેરાઈને પડ્યા હતા. આમાંથી એક નાનો બોમ્બ ઇઝરાયલના મધ્ય વિસ્તારમાં આવેલા અઝોર નામના શહેરમાં એક ઘર પર પડ્યો હતો, જેના કારણે મોટું નુકસાન થયું હતું.
ક્લસ્ટર બોમ્બ મિસાઇલો કેમ ઘાતક છે ?
ક્લસ્ટર બોમ્બ મિસાઇલ વિવાદીત છે. તેની પાછળનું કારણ આ બોમ્બ નાના ભાગોમાં ફૂટે છે અને દરેક દિશામાં ફેલાય છે. આ પૈકીના કેટલાક ભાગો તરત જ વિસ્ફોટ થતા નથી, થોડાક સમય બાદ થાય છે, જે બાદમાં પણ લોકોને મારી શકે છે અથવા ઘાયલ કરી શકે છે. એવું મનાાય છે કે આના કારણે વધુ નાગરિક જાનહાનિ થવાની શક્યતા છે.
ઇઝરાયલી સેનાએ ચાર્ટ જાહેર કર્યો
ઇઝરાયલી સૈન્યએ સામાન્ય લોકોને ચેતવણી આપવા માટે એક ગ્રાફિક ચાર્ટ પણ બહાર પાડ્યો છે. તેમાં વિસ્ફોટ ના થયેલા બોમ્બ કેટલા ખતરનાક હોઈ શકે તેની માહિતી આપવામાં આવી છે. ઇઝરાયલી લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું કે, "આતંકવાદી શાસન નાગરિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એવા શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે જે મોટા વિસ્તારોમાં વિનાશ લાવી શકે છે,"
ક્લસ્ટર બોમ્બ પર પ્રતિબંધ છે
ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ એ કોઇએ પણ ક્લસ્ટર બોમ્બના ઉત્પાદન, ઉપયોગ અને સંગ્રહ પર પ્રતિબંધ મુકતા 2008ના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. અત્યાર સુધીમાં 111 દેશો અને 12 અન્ય સંગઠનોએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. ઘણી ચર્ચા પછી, અમેરિકાએ 2023 માં યુક્રેનને ક્લસ્ટર બોમ્બ પણ પૂરા પાડ્યા જેથી તે તેનો ઉપયોગ રશિયન દળો સામે કરી શકે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ પણ આ બોમ્બનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT : તણાવ વધવાની આગાહી કરતુ પિત્ઝાનું બંપર વેચાણ


