Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહે ઉધમપુર, કઠુઆ અને ડોડાની સ્થિતિની સમીક્ષા કરી

INDIA PAKISTAN TENSION : સ્થાનિક સ્તરે લોકોની સારસંભાળ રાખવા, રક્તદાન શિબિરો અને અન્ય કાર્યો માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે
કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહે ઉધમપુર  કઠુઆ અને ડોડાની સ્થિતિની સમીક્ષા કરી
Advertisement
  • જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની હુમલાની ઘટનઓ જારી
  • આ વચ્ચે કેન્દ્રિય મંત્રી ઉધમપુર, કઠુઆ અને ડોડાની સ્થિતી જાણવા પહોંચ્યા
  • સ્થાનિક સ્તરે મદદ કરી શકાય તે માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી

INDIA PAKISTAN TENSION : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાન વચ્ચે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે (MINISTER OF INDIA - JITENDRA SINGH) શનિવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર, કઠુઆ અને ડોડા લોકસભા મતવિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમનું કહેવું છે કે, લોકોની સારસંભાળ રાખવા, રક્તદાન શિબિરો અને અન્ય કાર્યો માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર X પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે મીટિંગ વિશે પણ માહિતી આપી છે.

દરેક જિલ્લામાં એક હેલ્પલાઇન શરૂ કરાશે

વીડિયો શેર કરતા કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું, “ઉધમપુર, કઠુઆ, ડોડા લોકસભા મતવિસ્તારની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા ભાજપ દ્વારા સંગઠનાત્મક સ્તરે કરવામાં આવી છે. ભાજપના પાંચેય જિલ્લા પ્રમુખો અને પાર્ટીના મુખ્ય અધિકારીઓએ તેમાં ભાગ લીધો છે. અહિંયા વિવિધ કાર્યો માટે ટીમો બનાવવામાં આવી છે, જેમાં ખાદ્ય પુરવઠો સુનિશ્ચિત કરવો, વિસ્થાપિત લોકોની સારસંભાળ રાખવી, રક્તદાન શિબિરોનું આયોજન અને દરેક જિલ્લામાં એક હેલ્પલાઇન શરૂ કરવા સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, યુવા મોરચા નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સ્વ-રક્ષણની શિબિરોનું આયોજન કરશે. ઉપરાંત, મહિલા મોરચા માતાઓ સાથે સમુહ બેઠકો યોજશે, જેમાં તેમને બ્લેકઆઉટ દરમિયાન બાળકોને કેવી રીતે સંભાળવા તે અંગેની જાણકારી આપવામાં આવશે.

Advertisement

લોકો બંકરોને સુરક્ષિત અને યોગ્ય માને છે

આંતરરાષ્ટ્રીય સરહદ પર બનાવવામાં આવેલા બંકરો માટે જીતેન્દ્ર સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. અને તેમણે કહ્યું છે કે, સરહદી વિસ્તારમાં રહેતા લોકો બંકરોને અન્ય આશ્રયસ્થાનો કરતાં વધુ આરામદાયક, સુરક્ષિત અને યોગ્ય માને છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના હુમલાને કારણે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. સંરક્ષણ મંત્રાલયે જમ્મુના ઘણા વિસ્તારોમાં થયેલા નુકસાનનો વીડિયો શેર કર્યો છે.

Advertisement

સશસ્ત્ર ડ્રોન મોકલવામાં આવ્યા

વિડીયો શેર કરતા સંરક્ષણ મંત્રાલયે લખ્યું, “પાકિસ્તાને 10 મે 2025 ના રોજ જમ્મુમાં પ્રખ્યાત શંભુ મંદિર જેવા પૂજા સ્થળો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને તેની દુશ્મનાવટ ચાલુ રાખી. રાત્રે ઘણા સશસ્ત્ર ડ્રોન મોકલવામાં આવ્યા હતા, જે નાગરિકો અને ધાર્મિક સ્થળો માટે ખતરો હતા. ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો --- Pakistan ના એક પછી એક સૈન્ય ઠેકાણા તબાહ જોઈ લો, ભયાનક બરબાદી!

Tags :
Advertisement

.

×