Ahmedabad માં કાળમુખા પ્લેન ક્રેશ વચ્ચે ચમત્કાર, સીટ 11 એ પરથી એક મુસાફર જીવિત મળ્યો...
- અમદાવાદમાં પ્લેન ક્રેશમાં સૌથી મોટા સમાચાર
- અમદાવાદ પ્લેન ક્રેશમાં માત્ર એક મુસાફર જ બચ્યાઃ ANI
- એક જ મુસાફર છે જે પ્લેનમાં સવાર હતાં, હાલ સારવારમાં
- રમેશ વિશ્વકુમાર નામના મુસાફર હાલમાં સારવાર હેઠળ
- અગાઉ તમામ સવારોના મૃત્યુના આવ્યાં હતાં અહેવાલ
Ahmedabad Plane Crash :અમદાવાદમાં બનેલી કાળજુ કંપાવતી વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash) જેમાં હજારો લોકોના શ્વાસ થંભી ગયા હતા, તેની વચ્ચે એક ચમત્કારિક અને આશાનું કિરણ પ્રગટાવનારો સમાચાર સામે આવ્યો છે. 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાર્થક કરતા, આ ભયાનક પ્લેન ક્રેશમાંથી એક મુસાફર જીવતો બચી ગયો છે, જે કોઈ ચમત્કારથી ઓછો નથી!
નંબર 11 એ પરથી એક જીવિત મુસાફર મળી આવ્યો
દુર્ઘટના સ્થળે જ્યાં જુઓ ત્યાં કાટમાળ, આગ અને મૃતદેહોના ઢગલા હતા, તેવા વિનાશકારી માહોલ વચ્ચે પોલીસ અને બચાવકર્મીઓને પ્લેનની સીટ નંબર 11 એ પરથી એક જીવિત મુસાફર મળી આવ્યો છે. આ સમાચાર મળતા જ બચાવ ટીમોમાં પણ એક ક્ષણ માટે આશ્ચર્ય અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે તે મુસાફરનું નામા રમેશ વિશ્વકુમાર હાલમાં સારવાર હેઠળ છે
જીવતા બચવાની શક્યતા નહિવત્
જે રીતે આ વિમાન ક્રેશ થયું અને તેની તીવ્રતા હતી, તે જોતા કોઈના જીવતા બચવાની શક્યતા નહિવત્ હતી. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા, અને આગની જ્વાળાઓએ સમગ્ર વિસ્તારને ભરખી લીધો હતો. આવા સંજોગોમાં, આ એક મુસાફરનો જીવતો મળવો એ ખરેખર કુદરતનો કોઈ અગમ્ય સંકેત છે.
Ahmedabad Plane Crash : રામ રાખે તેને કોણ ચાખે...વિમાન ક્રેશમાં રમેશ વિશ્વકુમાર માંડ માંડ બચ્યા... | Gujarat First#Ahmedabad #PlaneCrash #PlaneCrash2025 #RameshVishwakumar #AhmedabadPlaneCrash #AirportEmergency #AviationAlert #AirIndia #AhmedabadAirPort #EmergencyResponse… pic.twitter.com/Kc869R3B3F
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
આ પણ વાંચો -Plane Crash:'બીજા માળેથી કૂદ્યો તેથી બચ્યો...', ડોક્ટર્સ હોસ્ટેલ પર વિમાન ક્રેશ,જુઓ Video
મુસાફરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
તાત્કાલિક ધોરણે, આ જીવિત મુસાફરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની સઘન સારવાર ચાલી રહી છે. હાલ તેની હાલત કેવી છે અને તેની ઓળખ શું છે, તે અંગે વધુ વિગતો બહાર આવી નથી. પરંતુ, આ ઘટના એ દર્શાવે છે કે અસહ્ય સંકટમાં પણ જીવનની આશા જીવંત રહી શકે છે. જ્યાં મૃત્યુનો તાંડવ સર્જાયો હતો, ત્યાં આ એક જીવિત મુસાફરનો મળવો એ બચાવકર્મીઓ અને શોકમાં ગરકાવ થયેલા લોકો માટે એક આશાનું કિરણ સમાન છે. આ દુર્ઘટનાના ભયાવહ સમાચારો વચ્ચે આ એકમાત્ર સકારાત્મક સમાચાર છે, જે સૌને થોડી હિંમત આપી શકે છે.
અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ
ક્રેશ સ્થળની આસપાસનો સમગ્ર વિસ્તાર તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો. સેના, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સ્થાનિક પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, જેમાં બચી ગયેલા લોકોને શોધવા અને મૃતદેહો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


